હૈદરાબાદ પોલીસે આજે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. ચિક્કડપલ્લી પોલીસ તેને સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથે જ અલ્લુ અર્જુનના ચાહકોનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો અને સોશિયલ સાઈટ એકસ પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું હતું. ચાહકોએ નાસભાગ અને તેના કમનસીબ પરિણામો માટે અલ્લુ અર્જુનને દોષી ઠેરવવાને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. અલ્લુ અર્જુન બાદ તેના અંગત બોડીગાર્ડ સંતોષની પણ ૪ ડિસેમ્બરે હૈદરાબાદ સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના મામલે પોલીસે ધરપકડ કરી છે. અલ્લુ અર્જુનના વકીલે કોર્ટને વિનંતી કરી છે કે તેઓ તેમના અસીલના કેસમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરે અને તેમને સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપે.
હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 'પુષ્પા ૨' એકટર અલ્લુ અર્જુનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ચાહકોનું કહેવું છે કે અલ્લુ અર્જુનની ધરપકડનો કોઈ અર્થ નથી. ચાહકોની બેકાબૂ ભીડ અને ગાંડપણ માટે અલ્લુ અર્જુનને દોષી ન ગણી શકાય. ચાહકોએ કહ્યું કે એ આર્મીને બોલાવો અને શાળાઓ બધં કરાવો. ૪ ડિસેમ્બરે, એક ૩૫ વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો યારે તેનો પુત્ર ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં મચેલી નાસભાગમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અલ્લુ અર્જુનની ધરપકડ પર બીઆરએસ નેતા કેટીઆરએ કહ્યું કે મને નાસભાગનો ભોગ બનેલા લોકો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે પરંતુ વાસ્તવમાં દોષ કોનો છે? અલ્લુ અર્જુન સાથે સામાન્ય ગુનેગાર જેવો વ્યવહાર કરવો યોગ્ય નથી, તે પણ યારે તે આ માટે સીધો જવાબદાર નથી. હત્પં સરકારની સખત નિંદા કં છું.
અભિનેતાના એક ચાહકે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, અલ્લુ અર્જુન પર આરોપ મૂકવો હાસ્યાસ્પદ છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત છે. આ તેમની ભૂલ છે. પ્રશંસકે તેની પોસ્ટમાં આગળ લખ્યું, ઉજવણી કરવા માટે ભીડ એકઠી થવી સ્વાભાવિક છે. પરિવારની ભૂલ છે કે તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂકયો. લોકો કહે છે કે આ મામલામાં અલ્લુ અર્જુનને દોષી ઠેરવવો તદ્દન મૂર્ખતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech