જૂનાગઢમાં ગઈકાલે કડકડતી ઠંડીમાં રાય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં રાયના વિવિધ જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું રાય મંત્રી પ્રધુમનભાઈ વાજા, કલેકટર, કમિશનર સહિતનાઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ ભાઈઓ અને ત્યારબાદ બહેનોની યોજાયેલ સ્પર્ધા સંપન્ન થયા બાદ વિજેતાઓ જાહેર કરાયા હતા.જેમાં સીનીયર બહેનોમાં ૩૭.૪૭ મીનીટમાં સાબરકાંઠાની જાડા રીંકલે, સીનીયર ભાઈઓમાં ઉનાના સોલંકી અલ્પેશએ ૬૨.૫૧ મીનીટમાં ૫૫૦૦ પગથિયાં, જુનીયર બહેનોમાં ઉનાની સોલંકી કાજલ રમેશભાઈએ ૩૮.૫૦ મીનીટમા ૨૨૦૦ પગથિયાં જયારે જુનીયર ભાઈઓમાં વડોદરાના દીવાકર રાજભરેએ ૬૨.૫ મીનીટમા ગિરનાર સર કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં ઉનાના ૨૦ સ્પર્ધકોએ સ્થાન મેળવતા ગીર સોમનાથ જિલ્લ ાનો દબદબો રહ્યો હતો. યારે દ્રિતીય ક્રમે જૂનાગઢના ૯, રાજકોટના ચાર, વડોદરા અને ભાવનગરના બે,સાબરકાંઠા, અને જાફરાબાદના એક એક મળી ટોપ ટેનમાં ૪૦ સ્પર્ધકોએ સ્થાન મેળવ્યું હતું.
આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગલ્ર્સમાં દ્રિતીય ક્રમે ભાવનગરની જાંબુચા કાજલ, તૃતીય ક્રમે ઉનાની ભાલિયા અંજના, ચોથા ક્રમે ઉનાની ઉર્મિલા સોલંકી અને પાંચમા ક્રમે ઉનાની પાયલ કઠેસીયા,યારે સિનિયર બોયઝમાં દ્રિતીય ક્રમે રાજકોટના વાજા કૌશિક, તૃતીય ક્રમે વડોદરાના નિશાદ લલિતકુમાર, ચોથા ક્રમે ઉનાના ધર્મેશકુમાર મેવાડા અને પાંચમા ક્રમે ઉનાના જય કુમાર રામ,
યારે જુનિયર ગલ્ર્સમાં દ્રિતીય ક્રમે ઉનાની બારૈયા જાગૃતિ ભરતભાઈ, તૃતીય ક્રમે જૂનાગઢની કામરીયા જયશ્રી ભીમભાઈ, ચોથા ક્રમે રાજકોટની દર્શના અજુકીયા અને પાંચમા ક્રમે ગોંડલની દિશા પાનસેરીયા જુનિયર ભાઈઓમાં દ્રિતીય ક્રમે ઉનાના સીમર ગામના સોલંકી વિશાલ, તૃતીય ક્રમે ઉનાના ભાલીયા સંજય, ચોથા ક્રમે ઉનાના સંદીપ સોલંકી અને પાંચમા ક્રમે જૂનાગઢના દ્ર મકવાણા વિજેતા થયા હતા. સ્પર્ધા સંપન્ન થયા બાદ મંગલનાથ બાપુના આશ્રમે વિજેતાઓને ઇનામ વિતરણ યોજાયો હતો.
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ પારેલીયાએ જણાવ્યું હતું કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે જ રીતે ગિરનાર સર કરવા જુસ્સાબેર ઉત્સાહ દાખલ તમામ સ્પર્ધકોને અભિનંદન આપ્યા હતા. ઇનામ વિતરણ સમારોહમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર જાડેજા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લ વીબેન ઠાકર ,ગુજરાત રાય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલા, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય નિલેશભાઈ સોનારા, જૂનાગઢ જિલ્લ ા વ્યાયામ મંડળના પ્રમુખ હમીરભાઇ વાળા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, કોર્પેારેટર પુંજાભાઈ સિસોદિયા,વ્યાયામ મંડળના જીેશભાઈ ચાવડા, સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા,એનઆઈસી ટીમ ભુવનેશ્વર બુડગયા, ડીઆઈઓ, હિતેશ ટાંક તથા શાયર રાઠોડ દ્રારા તૈયાર કરવામાં આવેલ સોટવેર તેમજ આર એફ આઈ ડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સચોટ રિઝલ્ટ તૈયાર કરવામાં આવેલ હતું.
સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ સહિતની ટીમે સમગ્ર સ્પર્ધા સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું.પ્રથમ ક્રમાંકે આવતા વિજેતાઓને .૫૦હજાર, બીજા ક્રમના વિજેતાઓને ૪૦ હજાર, ત્રીજા ક્રમને .૩૦ હજાર તથા ચોથા અને પાંચમા ક્રમે આવેલ સ્પર્ધકોને .૨૦ હજાર ૬થી ૧૦ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને ૧૦ હજારની ઇનામી રકમ તથા મહાનગરપાલિકા દ્રારા ચારેય કેટેગરીના પ્રથમ ક્રમને ૭,૫૦૦ દ્રિતીયને ૩,૫૦૦ અને તૃતીયને ૨૧૦૦ , ઉષા બ્રેકો કંપની દ્રારા પ્રથમ ત્રણ ક્રમે આવેલ સ્પર્ધકોને ટ્રોફી આપવામાં આવી હતી. આ ઉપરાંત સુરતના હરિઓમ આશ્રમ ના મુકેશભાઈ માસ્ટર દ્રારા ૧૧થી૨૫ ક્રમે આવેલા વિજેતાઓને કુલ પિયા ૪.૨૦ લાખની રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. વિજેતા સ્પર્ધકોને કુલ ૮.૪૦ લાખના ઇનામ અપાયા હતા. યારે ગિરનાર સ્પોટર્સ એકેડમીના સાગર કટારીયા દ્રારા ૪૦ સ્પર્ધકોને યોગા મેટ આપવામાં આવી હતી.
સ્પર્ધા સંપન્ન થયા બાદ સિનિયર અને જુનિયર ચારેય કેટેગરીના વિજેતા થયેલ સ્પર્ધકોમા જુનિયર બહેનોમાં ૯, સિનિયર બહેનોમા ૬ જુનિયર અને સિનિયર ભાઈઓમાં ૫–૫ મળી સૌથી વધુ ઉનાના ૧૯ સ્પર્ધકોએ અન્ય જિલ્લ ાઓના સ્પર્ધકોને માત આપી હતી. યારે જુનિયર ભાઈઓમાં ૪, સિનિયર માં ૨, જુનિયર બહેનોમાં ૩ મળી જૂનાગઢના ૯ સ્પર્ધકો વિજેતા થયા હતા. યારે રાજકોટના ૪, વડોદરાના ૨, સાબરકાંઠા અને જાફરાબાદના ૧–૧ સ્પર્ધકોએ ટોપ ૧૦માં સ્થાન પ્રા કયુ હતું. સ્પર્ધામાં વિજેતાઓના જાહેર થયેલા લિસ્ટમાં ૭૫ ટકા સ્પર્ધકો સોરઠના રહ્યા હતા. પરંતુ હોમ ટાઉન પીચ પર જૂનાગઢ દ્રિતીય ક્રમે રહ્યું હતું યારે ગીર સોમનાથ જિલ્લાના સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ્ર પ્રદર્શન કયુ હતું.
રાષ્ટ્ર્રીય ગિરનાર સ્પર્ધા ૧લી ફેબ્રુઆરીએ
આગામી તા.૧ ફેબ્રુઆરીએ રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર આરોહણ આવરણ સ્પર્ધા યોજાશે જેમાં દેશભરના વિવિધ રાયોમાંથી સ્પર્ધકો ભાગ લેશે. ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં ચારેય કેટેગરીના પ્રથમ ૨૫ વિજેતા થયેલ કુલ ૧૦૦ સ્પર્ધકોને રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં સીધી એન્ટ્રી પ્રા થઈ ગઈ છે.
સૌથી વધુ ઉનાના ૨૦ સ્પર્ધકો વિજેતા હોમ ટાઉન પીચ પર જૂનાગઢ દ્રિતીય ક્રમે
રાયકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતાઓમા ઉનાનો દબદબો રહ્યો હતો.ચારેય કેટેગરીના પ્રથમ દસ ક્રમાંક મેળવનાર ૪૦ વિજેતામાથી ઉનાના ૧૯ સ્પર્ધકોએ મેદાન માયુ હતું. જોકે હોમ પીચ પર જૂનાગઢના માત્ર ૯ સ્પર્ધકો વિજેતા થયા હતા. સ્પર્ધાના અંતે વિજેતાઓમાં સોરઠના સ્પર્ધકોએ કાઠું કાઢું હતુ.જૂનાગઢમાં ગિરનાર પર્વત આવેલો હોવા છતાં ગિરનાર સ્પર્ધામાં પ્રથમ ક્રમે જૂનાગઢના સ્પર્ધકે સ્થાન મેળવ્યું ન હતું.
ટેકનોલોજી ઉપયોગનો દાવો પરંતુ ભાગ લીધેલ સ્પર્ધકોનો આંકડો જાહેર ન થયો
ગિરનાર સ્પર્ધામાં ૨૪ જિલ્લાના ૧૧૧૫ સ્પર્ધકો ફાઇનલ થયા હતા. સ્પર્ધાના રીઝલ્ટથી લઈ દેખરેખ સમગ્ર ડિજિટલી પ્રક્રિયા થઈ રહી હતી. પરંતુ કેટલા સ્પર્ધકો એ ભાગ લીધો તે જાહેર કરવામાં જ આવ્યા ન હતા. ડિજિટલ યુગમાં સ્પર્ધાના ગોકળ ગાયની ગતિએ થતી સ્પર્ધકોની નોંધણીના આયોજન અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયા હતા.