BREAKING NEWS

પડધરીના વણપરી પાસે વીજ પોલ પરથી ૩.૪૩ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

  • September 01, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પડધરીના વણપરી પાસે વીજ પોલ પરથી રૂ. 3.43 લાખની કિંમતનો 1200 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી થયા અંગે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જામનગર જિલ્લાના બેડ ગામના રહેતા વેપારી અજયસિંહ કેશુભા જાડેજા(ઉ.વ.૩૦) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બાલાજી ડેવલોપર્સ કંપની ફેબ્રુઆરી,૨૦૨૫ થી ચલાવે છે. આ કંપનીમા બે પાર્ટનર છે. કંપનીનું કામ સોલારને લગતું છે અને મને ક્લીનમેક્સ વાયુ લિમિટેડ નામની કંપનીમાંથી વર્ષ-૨૦૨૫માં ધ્રોલના ડાંગરા ગામથી પડધરીના શ્રી હરીપર ખારી સુધીનું અંદાજીત ૨૨ કી.મી.નું ૩૩ કે. વી. લાઈન ફીટ કરવાનું કામ મળેલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application