BREAKING NEWS

અંબાણી પાછળ હટ્યા, સરકારી કંપનીઓ આગળ આવી! રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાની નવી 'પાવર ગેમ'

  • January 27, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં રશિયન કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની ખરીદીમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રશિયન ઓઈલની સૌથી મોટી ખરીદદાર ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જાન્યુઆરીમાં ખરીદી અટકાવી દીધી છે, જ્યારે બીજી તરફ ઈન્ડિયન ઓઈલ (IOC) અને ભારત પેટ્રોલિયમ (BPCL) જેવી સરકારી કંપનીઓએ આયાતમાં મોટો વધારો કર્યો છે. આ પાછળનું મુખ્ય કારણ રશિયન તેલ પર મળી રહેલું આકર્ષક ડિસ્કાઉન્ટ હોવાનું મનાય છે.

રિલાયન્સની પીછેહઠ
દેશની સૌથી મોટી ખાનગી રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જાન્યુઆરી મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની એક પણ ખેપ મંગાવી નથી. ૨૦૨૫ માં રિલાયન્સ રશિયા પાસેથી દરરોજ આશરે ૬ લાખ બેરલ તેલ ખરીદતી હતી અને તે રશિયન તેલની વિશ્વની સૌથી મોટી ખરીદદાર કંપની હતી. જાન્યુઆરી ૨૦૨૬ માં રિલાયન્સનો આંકડો શૂન્ય પર પહોંચ્યો છે, જે બજારના નિષ્ણાતો માટે આશ્ચર્યનો વિષય છે.


IOC અને BPCL ની બાજી

જ્યારે ખાનગી પક્ષ પાછળ હટ્યો છે, ત્યારે સરકારી રિફાઈનરીઓએ રશિયા પાસેથી મળતા વળતર (Discount) નો પૂરો લાભ ઉઠાવ્યો છે.

કંપનીનું નામજાન્યુઆરી આયાત (BPD*)             ડિસેમ્બરની સરખામણીએ સ્થિતિ
IOC (ઇન્ડિયન ઓઇલ)૪,૭૦,૦૦૦અત્યાર સુધીનું સૌથી ઉચ્ચ સ્તર (રેકોર્ડ)
BPCL (ભારત પેટ્રોલિયમ)           ૧,૬૪,૦૦૦ડિસેમ્બર (૧.૪૩ લાખ) કરતા વધુ
નાયરા એનર્જી૪,૬૯,૦૦૦રશિયન રોસનેફ્ટના ટેકાથી સતત આયાત


કેમ વધ્યું સરકારી કંપનીઓનું આકર્ષણ?
આ પાવર ગેમ શિફ્ટ થવા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે:


વધારે ડિસ્કાઉન્ટ:
 
હાલમાં રશિયન તેલ પર પ્રતિ બેરલ આશરે ૭ ડોલર ($7) જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે ૨૦૨૫ ના મધ્ય ગાળામાં મળતા ડિસ્કાઉન્ટ કરતા લગભગ ૩ ગણું વધારે છે.


અમેરિકી પ્રતિબંધોની અસર: 

૨૧ નવેમ્બરથી રશિયાની મુખ્ય તેલ નિકાસકાર કંપનીઓ ‘રોસનેફ્ટ’ અને ‘લુકોઈલ’ પર અમેરિકાએ નવા પ્રતિબંધો લાદ્યા છે. આ કારણે જાન્યુઆરીમાં ભારતની કુલ રશિયન આયાત ઘટીને ૧૧ લાખ BPD થઈ છે, જે નવેમ્બરમાં ૧૮.૪ લાખ BPD હતી.



નાયરા એનર્જીની મજબૂરી અને વ્યૂહરચના

નાયરા એનર્જી જેમાં રશિયન કંપની રોસનેફ્ટનો મોટો હિસ્સો છે, તેણે પ્રતિબંધો છતાં પોતાની ખરીદી ચાલુ રાખી છે. યુરોપિયન યુનિયનના પ્રતિબંધોને કારણે નાયરા પાસે અન્ય વિકલ્પો મર્યાદિત છે, તેથી તે સંપૂર્ણપણે રશિયન તેલ પર નિર્ભર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application