પૂર, આગ અને ધુમાડાથી બેહાલ અમેરિકા: ટ્રમ્પે કેનેડાને જવાબદાર ઠેરવી ટેરિફની ધમકી આપી
પૂર, આગ અને ધુમાડાથી બેહાલ અમેરિકા: ટ્રમ્પે કેનેડાને જવાબદાર ઠેરવી ટેરિફની ધમકી આપી
July 18, 2026 02:00 PM
ઈરાનને પાઠ ભણાવવા મથતું અમેરિકા કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. ગ્રેટ લેકસથી રાજધાની વોશિંગ્ટન ડીસી સુધીના પૂર્વી અમેરિકાના ૧૫ રાયના લોકો સતત ત્રીજા દિવસે વિનાશક હવામાનનો સામનો કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે જંગલમાં આગ લાગી છે.ને ધુમાડો સર્વત્ર ફેલાયેલો રહેતા જન જીવન પ્રભાવિત બન્યું છે. એક બાજુ કુદરતી કહેર સામે લડી રહેલું યુએસ સખણું રહેવા માગતું જ ન હોય તેમ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કેનેડા પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેમાં ઓટાવા પર તેના જંગલોનું સંચાલન કરવામાં નિષ્ફળ જવાનો અને યુનાઇટેડ સ્ટેટસના ભાગોમાં જંગલની આગના ધુમાડાને ફેલાવવા દેવાનો આરોપ મૂકયો હતો, જેના કારણે તેમણે ગંદી, પ્રદૂષિત અને બિનઆરોગ્યપ્રદ હવા બનાવી હતી.ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન શહેરોમાં હવાની ગુણવત્તા બગડવા માટે કેનેડા જવાબદાર રહેશે અને ચેતવણી આપી હતી કે પ્રદૂષણના આર્થિક ખર્ચ કેનેડિયન આયાત પરના હાલના યુએસ ટેરિફમાં ઉમેરવામાં આવશે. અમેરિકામાં શુક્રવારે ૬૮ આગના અહેવાલો મળ્યા. લાખો અમેરિકનો ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યા છે અને તેમને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.પૂર્વીય અમેરિકામાં બધે ધુમાડો છે, ત્યારે દક્ષિણ ભાગને પૂર અસર કરી રહ્યું છે. પશ્ચિમ અમેરિકામાં વાળાઓ ઝડપથી ફેલાઈ રહી છે.અિશામકો આગને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અિશામક પ્રયાસ માટે ૧૭,૪૦૦ કર્મચારીઓ, ૧૪૦ હેલિકોપ્ટર અને લશ્કરના ચાર સી–૧૩૦ એર ટેન્કરની પણ જર પડી છે