કોરોના હવે નથી તેમ છતાં કોઈ માસ્ક પહેરીને ફરે કે કામ કરતું હોય તો માની શકાય કે શરદીના સામાન્ય વાયરસથી બચવાનો આ ઉપાય હોઈ શકે, પરંતુ અત્યારના સંજોગોમાં કોઈ વ્યક્તિ માસ્ક પહેરીને હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરમાં બેસીને કામ કરતો દેખાય તો આશ્ચર્ય તો થાય જ. એક અમેરિકન ઉદ્યોગપતિએ આવું સાહસ કર્યું છે અને તેની વિગતો સોશિયલ મિડીયા પર આપી છે.
પોતાના વૃદ્ધત્વ વિરોધી પ્રયોગો માટે જાણીતા અમેરિકન અબજોપતિ બ્રાયન જોહ્ન્સન વિવિધ મુદે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે પોતાના હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરને પોતાના નવી ઓફિસમાં રૂપાંતરિત કર્યું છે.એક્સ પરની એક પોસ્ટમાં, જોહ્ન્સને પોતે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પ્રેશરાઇઝ્ડ ચેમ્બરમાં બેઠો છે, અને તેના ચહેરા પર ઓક્સિજન માસ્ક લગાવીને લેપટોપ પર કામ કરી રહ્યો છે.
પોસ્ટમાં તેમણે લખ્યું, "મેં મારી ઓફિસને મારા હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરમાં રૂપાંતરિત કરી દીધું છે. આ ખૂબ જ ફાયદાકારક રહેશે. બ્રાયને દાવો કર્યો છે કે વધેલા દબાણથી ફેફસાં વધુ ઓક્સિજન શોષી લે છે, જે ત્વચાની પેશીઓને સુધારવામાં મદદ કરે છે.
ઓક્સિજન થેરાપીના ફાયદા
અગાઉ એક્સ પર, જોહ્ન્સને હાયપરબેરિક ઓક્સિજન થેરાપી વિશે સમજાવ્યું હતું કે "હાયપરબેરિક ઓક્સિજન થેરાપીમાં વાતાવરણીય દબાણથી ઉપરના દબાણવાળા ચેમ્બરમાં શુદ્ધ ઓક્સિજન (95-100 ટકા) શ્વાસ લેવામાં આવે છે.તેમણે કહ્યું, "વધતું દબાણ ફેફસાંની ઓક્સિજનને શુદ્ધ કરવાની ક્ષમતામાં વધારો કરે છે, જે સમગ્ર શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારે છે."આ ઉપચારનો હેતુ પેશીઓમાં ઓક્સિજનની સાંદ્રતા વધારીને પેશીઓને સુધારવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech