BREAKING NEWS

ડીઝલની અછત વચ્ચે ધોરાજીના ખેડૂતો હાથે હળ ચલાવી ખેતર ખેડવા મજબૂર

  • June 04, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના ધોરાજીમાં ખેડૂતો હાલ અનોખા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક આવી રહ્યું છે અને વાવણીનો સમય પાકયો છે, પરંતુ ડીઝલની અછત અને આસમાને પહોંચેલા ભાવને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ડીઝલ ન મળતા ધોરાજીના ખેડૂતો હાથે હળ ચલાવીને ખેતર ખેડવા મજબૂર બન્યા છે.
ધોરાજીના ખેડૂતો માટે હાલ સ્થિતિ દયનીય બની ગઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ ડીઝલ નથી મળતું અને બીજી તરફ ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. યારે તેઓ પેટ્રોલ પપં પર ડીઝલ લેવા જાય છે, ત્યારે તેમને ડીઝલ આપવાની ના પાડી દેવામાં આવે છે. ખેડૂતો આકરી ગરમીમાં પણ જાત મહેનત કરીને ખેતર ખેડવા મજબૂર બન્યા છે.
ખેડૂતોની સરકાર પાસે આજીજી છે કે જો ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે અને સુવિધા વધારવામાં આવે, તો જ ખેડૂતો આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેમ છે. આસમાને પહોંચેલી મોંઘવારી અને ડીઝલની અછતે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે.
ખેતીમાં ડીઝલ મળતું નથી. પેટ્રોલ પપં પર જઈએ તો ૨૦૦ લીટર ડીઝલ ભરવાની વાત કરે છે, પણ ૨૦ લીટર પણ ભરવા દેતા નથી. આકરી ગરમીમાં આટલી તકલીફ પડે છે, સરકાર હવે શું કરશે? ખેડૂતો જણસના ભાવ પણ પૂરતા નથી મળી રહ્યા. તત્રં અને સરકાર આ બાબતે ખેડૂતોની મદદ માટે શું પગલાં લે છે તે જોવું રહ્યું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News