BREAKING NEWS

અમિન માર્ગ કોર્નરના પ્લોટની કાલે હરરાજી

  • January 16, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની રિઅલ એસ્ટેટ માર્કેટમાં ધીમી ગતિએ તેજીનો ચમકારો જોવા મળતા રાજકોટ મહાપાલિકા દ્રારા ટીપી સ્કિમોના સાત પ્લોટસની ઇ–ઓકશન જાહેર કરાઇ છે જેમાં આવતીકાલે તા.૧૭ના ચાર પ્લોટ અને તા.૧૯ના ત્રણ પ્લોટ તેમ કુલ બે તબક્કામાં ઇ ઓકશન થશે. આવતીકાલે તા.૧૭ને શનિવારે સવારે રૈયા રોડ ઉપર સવન સિેટ સામેના પ્લોટ અને બપોરે સૂર્યેાદય સોસાયટીની સામેના ભાગે આવેલા અમિન માર્ગ કોર્નરના પ્લોટની ઇ ઓકશન થશે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકાએ હરાજીમાં મૂકેલા તમામ પ્લોટમાં સૌથી ઉંચી અપસેટ પ્રાઇસ પ્રતિ ચોરસ મીટર દીઠ .બે લાખ અમીનમાર્ગ કોર્નરના પ્લોટની છે.
આવતીકાલે કુલ ચાર પ્લોટની ઇ ઓકશન છે જેમાં સૌપ્રથમ રૈયા ટી.પી.સ્કિમ નં.૪નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ જે રૈયા મેઇન રોડ ઉપર સવન સિેટ સામે આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૩૨૨૧ ચોરસ મીટર છે, અને અપસેટ પ્રાઈસ પ્રતિ ચોરસ મીટર દીઠ ૧.૩૦ લાખ છે. ઇએમડી ૪૧,૮૭,૩૦૦ છે. આ પ્લોટની ઇ ઓકશન તા.૧૭.૧.૨૦૨૬ના સવારે ૧૧ કલાકે શ થશે અને ૧૨ કલાકે પૂર્ણ થશે.
ઉપરોકત પ્લોટની ઇ ઓકશન પૂર્ણ થયા બાદ નાનામવા ટીપી સ્કિમ નં.૩નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૨૦૪ જે અમિન માર્ગ અને ૧૫૦ ફટ રિંગ રોડ કોર્નરનો પ્લોટ છે. પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૪૬૬૯ ચોરસ મીટર અને અપસેટ પ્રાઈસ પ્રતિ ચોરસ મીટર દીઠ ૨.૦૦ લાખ છે. ઇએમડી ૯૩.૮૩ લાખ છે. તેની ઇ ઓકશન તા.૧૭.૧.૨૦૨૬ના બપોરે એક વાગ્યે શ અને બે વાગ્યે પૂર્ણ થશે.
યારે મવડી ટીપી સ્કિમ નં.૨૮નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૩૭એ જે મહાત્મા ગાંધી ટાઉનશિપ પાછળ, ફિલ્ડ માર્શલ રોડ પાસે, ન્યૂ રિંગ રોડ ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૫૩૦૫ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૦ લાખ છે. ઇએમડી ૬૩.૬૬ લાખ છે. ઇ ઓકશન તા.૧૭.૧.૨૦૨૬ના રોજ બપોરે ત્રણ વાગ્યે શ થશે અને પાંચ વાગ્યે પૂર્ણ થશે.
તદઉપરાંત રાજકોટ ટીપી સ્કિમ નં.૯નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.સી૯ જે સિનર્જી–એચસીજી હોસ્પિટલ રોડ ઉપર કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૩૭૧૩ ચોરસ મીટર છે, પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૯૦ હજાર છે. ઇએમડી ૩૩,૪૧,૭૦૦ છે. ઇ ઓકશન તા.૧૭.૧.૨૦૨૬ના રોજ સાંજે પાંચ કલાકે શ અને છ કલાકે પૂર્ણ થશે.
યારે અન્ય ત્રણ પ્લોટની હરાજી તા.૧૯ જાન્યુઆરીના રોજ યોજાશે જેમાં રાજકોટ ટીપી સ્કિમ નં.૧૨નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૯૨ જે પંચવટી સોસાયટી, એચ.પી. પેટ્રોલ પપં સામે, રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૬૪૮ ચોરસ મીટર છે, પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૫ લાખ છે. ઇએમડી ૨૦.૬૦ લાખ છે. ઇ ઓકશન તા.૧૯.૧.૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે શ અને ૧૨ કલાકે પૂર્ણ થશે.
રાજકોટ ટીપી સ્કિમ નં.૧૨ના રેસીડેન્સિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૯૧ જે પૂનમ હોલ સામે, રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૫૮૮ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૫ લાખ છે. ઇએમડી ૧૯.૮૫ લાખ છે. ઇ ઓકશન તા.૧૯.૧.૨૦૨૬ના રોજ બપોરે એક વાગ્યે શ અને બે વાગ્યે પૂર્ણ થશે.
રાજકોટ ટીપી સ્કિમ નં.૧૯ના રેસીડેન્સિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૧૬એ જે ભકિત પાર્ક સોસાયટી સામે, સાધુ વાસવાણી કુંજ માર્ગ, રેલનગર વિસ્તારમાં આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૪,૫૦૭ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૪૫ હજાર છે. ઇએમડી ૬૫,૨૮,૧૦૦ છે. ઇ ઓકશન તા.૧૯.૧.૨૦૨૬ના રોજ બપોરે ત્રણ વાગ્યે શ અને ચાર વાગ્યે પૂર્ણ થશે

છ લોકેશનના કુલ સાત પ્લોટ વેંચાશે

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા વેંચાણ માટે જે પ્લોટસની પસંદગી કરવામાં આવી છે તેમાં આવતીકાલે (૧) અમિન માર્ગ–૧૫૦ ફટ રિંગ રોડ કોર્નર (૨) રૈયા રોડ ઉપર સવન સિેટ પાસે (૩) ન્યૂ રિંગ રોડ ઉપર મવડી એરિયા (૪) સિનર્જી રોડ ઉપર કલ્યાણમ પાર્ટી પ્લોટ સામેના પ્લોટની ઇ ઓકશન થશે. યારે તા.૧૯ જાન્યુઆરીના રોજ (૫) મોરબી રોડ ઉપરના બે પ્લોટ અને (૬) રેલનગર સહિતના કુલ ત્રણ પ્લોટસની ઇ ઓકશન થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application