રાજકોટના છેતરપીંડી કાંડમાં વિજય માકડીયા અને અમિત ભાણવડીયા નામના બન્ને ચીટરોએ પોતાની ત્રણ પેઢીમાં રોકાણ કરનાર ૯૦ જેટલા રોકાણકારો ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ સામે દોડી આવ્યા હતા જેઓની લેખિત ફરિયાદના આધારે બંને ભાગીદારોએ અંદાજે ૭૦ કરોડ જેટલા નાણાની છેતરપીડી આચાર્યનો આંકડો હાલ સામે આવ્યો છે ત્યારે આજે આરોપી અમિત ભાણવડિયાના પ્રથમ પાંચ દિવસના અને ત્યારબાદ ફરધર બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં ક્રશર પેઢી દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારી પેઢીના વિજય માકડીયા તેમજ અમિત ભાણવડિયાએ રોકાણકારોને વાર્ષિક ૧૨ ટકાના વળતરની લોભામણી સ્કીમ આપી આ છેતરપિંડી કાંડ સયુ હતું.આ મહાકાંડમાં રાજકોટના નામી ઉધોગપતિ વડાલીયા ગ્રુપના પરિવારના સભ્યો સહિત રાજકોટના નાની અનામી વેપારી અને ઉધોગપતિઓ વ્યાજની લાલચમાં ચીટર બેલડીના ચક્રમાં ફસાઈ ગયા બાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઠગાઈની ફરિયાદ નોંધાયા બાદ ૯૦ જેટલા રોકાણકારોએ ૭૦ કરોડથી પણ વધુ નાણાં ગુમાવ્યાનું સામે આવ્યું છે.
ત્યારે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સીધી દેખરેખ હેઠળ આ અંગેની તપાસ એસીપી ક્રાઈમ બીબી બસીયા ની રાહબરિમા ડીસીબી બ્રાન્ચ ના પીઆઇ સીએચ જાદવ અને ટીમે ઝીણવટ ભરી તપાસ શ કરી ક્રેશર પેઢી માં ભાગીદારો તેમજ કર્મચારીઓ અને સીએ કાલરીયા સહિતનાઓના ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી હતી.તો બીજી તરફ પેઢી દ્રારા મિલકત ખરીદી તેમજ વહેચાણ અંગેની વિગતો રેવન્યુ વિભાગમાંથી એકત્ર કરવામાં આવી રહી છે ઝડપાયેલા આરોપી અમિત ભાણવડિયાના પ્રથમ પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા વધુ બે દિવસના ફરધર રિમાન્ડ અદાલતમાંથી મેળવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application