BREAKING NEWS

ઇમ્પેક્ટ સ્કિમમાં રજૂ અરજીઓ પૈકી ૧૩૦૪ બાંધકામનું ફાયર એનઓસી જ નથી, નોટીસ

  • January 13, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટીપી બ્રાન્ચમાં ઇમ્પેક્ટ ફીની સ્કિમ હેઠળ ગેરકાયદે બાંધકામ રજૂ કરવા થયેલી અરજીઓ પૈકી ૧૩૦૪ બાંધકામનું ફાયર એનઓસી ન હોય અને તેને મળે તેમ પણ ન હોય આવા બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કે આવા બાંધકામોનું ડિમોલિશન થશે કે રાબેતા મુજબ વહીવટ થઇ જશે તે જોવાનું રહેશે.

રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો કાયદેસર કરવા માટે નિયમ હેઠળ ઇમ્પેકટ ફી કાયદો અમલમાં મૂકયો છે. જે અંતર્ગત વધારાના બાંધકામ કરનાર આસામીઓ પૈકી ફાયર એનઓસીમાં આવત હોય તેવા એકમોએ ઇમ્પેકટ ફીનો લાભ લઇ ફાયર એનઓસી માટે અરજી મૂકી હતી. પરંતુ ઇમ્પેકટ ફીમાં નિયમ મુજબ થયેલા વધારાના નવા બાંધકામો ફાયર એનઓસીના નિયમોમાં ફીટ ન બેસતા અનેક આસામીઓ હવે ફાયર ઓનઓસી મેળવવા માટે ઇમ્પેકટ ફીનો લાભ લીધો હતો. પરંતુ ફાયર એનઓસી માટે જરૂરી બાંધકામ ન હોય ૧૩૦૦થી વધુ બાંધકામોને ફાયર એનઓસી મળે શકે તેમ નથી. આથી આ પ્રકારના વધારાના બાંધબકામો તોડી પાડવા માટે ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે તેમ જાણવા મળે છે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઇમ્પેકટ ફી કાયદો અમલમાં મૂક્યો છે જેમાં રહેણાંકના એકમો માટે ઇમ્પેકટ ફી કાયદો ફાયદારૂપ નિવડ્યો છે. પરંતુ કોમર્શિયલ બાંધકામોની અરજી કરનારની હાલત માઠી થઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇમ્પેકટ ફીનો લાભ લઇ વધારાનું બાંધકામ કર્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવામા આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ દરમિયાન મોટાભાગના એકમોમા કરેલા વધારાના બાંધકામો ફાયર એનઓસીના નિયમોને અનુરૂપ ન હોવાથી ફાયર એનઓસી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ગેમઝોન દુર્ઘટના બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના નવા નિયમો અમલમાં મૂકયા છે. તે સમયે ફાયર એનઓસી વિહોણા અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતા. અને હવે ઇમ્પેકટ ફી હેઠળ થયેલા વધારાના બાંધકામો પૈકી અનેક બાંધકામોમા એકઝીટ ગેઇટ તેમજ ડબલ સીડી અને આગળ પાછળ મૂકવામાં આવતી જગ્યા તેમજ બાંધકામોના ઇસ્યુ ઉભા થયા છે. જેના કારણે આ પ્રકારના બાંધકામોને ફાયર એનઓસી મળવા પાત્ર નથી.

ફાયર બ્રિગેડ વિભાગના સત્તાવાર આંકડા મુજબ ઇમ્પેકટ ફીનો લાભ લેનાર અને વધારાનું બાંધકામ મંજૂરી વગર કરી નાખ્યુ હોય તેવા હાલના ૧૩૦૦થી વધુ આસામીઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલ જે સ્થળ તપાસ દરમિયાન ફાયર વિભાગે નામંજૂર કરી વધારાના બાંધકામો દૂર કરવાની સુચના આપી છે. છતાં આ પ્રકારના બાંધકામો દુર નહી થાયતો ટૂંક સમયમાં ડિમોલીશન સહિતની કાર્યવાહી હાથ ધરાવમાં આવશે.


વોર્ડ વાઇઝ ફાયર એનઓસી માટે થયેલ અરજી

વોર્ડ નંબર આવેલ અરજી

4 12

5 38

6 28

15 6

16 8

18 17

1 87

8 205

9 111

10 222

11 189

12 158

2 23

3 35

7 125

13 15

14 17

17 17

કુલ 1304



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application