સૌરાષ્ટ્ર્રને ધમરોળતી તસ્કર ગેંગના ત્રણ સભ્યોને અમરેલી એલસીબીએ ઝડપી પાડી સોનાનું ઢાળિયું, ત્રણ મોબાઇલ, બાઈક, અને પાના પકડ મળી કુલ .૪,૬૬,૭૨૦નો મુદામાલ કબ્જે કરી ત્રણેયની આગવી ઢબે પુછપરછ કરતા અમરેલી જિલ્લાની ૧૨, ઉના, બોટાદ, વિસાવદર અને દીવમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપતા ૧૬ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
અમરેલી જિલ્લામાં મિલકત સંબધિત ગુનાઓ આચરનાર આરોપીઓને શોધી કાઢી ગુનાઓનો ભેદ ઉકેલવા માટે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સુચનાને પગલે અમરેલી એલસીબીની ટીમ દ્રારા ચોરીના બનાવોની સ્થળ મુલાકાત કરી એફએસએલના એચ.એ.વ્યાસની મદદ લઇ તપાસ શ કરી હતી દરમિયાન ટેકિનકલ સોર્સના આધારે માહિતી મળતા જિલ્લામાં થયેલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા રણજિત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડિયો રામજીભાઈ પરમાર (રહે–પાલીતાણા, શકિતનગર), ભરત ઉર્ફે પાઠું મનુભાઈ વાઘેલા (રહે–નવાણિયા,તા.વલ્લભીપુર, ભાવનગર) અને વરજાગં નાનુભાઈ પરમાર (રહે–શિહોર, એકતા સોસાયટી)ને વોચ ગોઠવી ઝડપી લઈ તેની પાસેથી સોનાનું ઢાળિયું, ત્રણ મોબાઇલ, બાઈક, અને પાના પકડ મળી કુલ .૪,૬૬,૭૨૦નો મુદામાલ કબ્જે કરી આકરી પુછપરછ હાથ ધરતા તેની સાથે દિનેશ ધીભાઈ વાઘેલા (રહે–ગારિયાધાર, ભાવનગર)નો શખસ પણ ચોરીમાં સામેલ હોવાનું જણાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે
આટલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
ઝડપાયેલા શખસોની એલસીબીએ આકરી પુછપરછ કરતા રાજુલાના ઝાંઝરડા ગામે, ઉનાના નાનાવાકિયા, ખત્રીવાડ,દુધાળા ગામે, ખાંભાના વાંકિયા, જાફરાબાદના હેમાળ, જાફરાબાદના મોટા માણસા, કેરાળા,કડિયાળી, બાબરાના લાલકા, બાબરાના જીવાપર, કરિયાણા ગામે, વિસાવદર,સાવરકુંડલાના ભેંકરા, દીવ અને બોટાદના તુરખા ગામે બધં મકાનમાંથી સોના–ચાંદીના દાગીના સહિતની મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
રણજિત ઉર્ફે રાજેશ સામે ૨૯, ભરત ઉર્ફે પથુ સામે ૮, વરજાગં સામે ૪ ગુના
એલસીબીએ પકડેલી તસ્કર ટોળકીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા રણજિત ઉર્ફે રાજેશ ઉર્ફે બોડિયો પરમાર સામે તળાજા પોલીસ સ્ટેશનમાં ૧, શિહોરમાં ૩, પાલીતાણા–૩, થાનગઢ–૩, બોટાદ– ૨, ગારિયાધાર ૨, પાળીયાદ–૨, ભાડલા–૨, ભાણવડ–૨, સોનગઢ, જેસર, જામનગર, કાલાવડ અને લાલપુર પોલીસ મથકમાં એક એક ગુનામાં સંડોવાયેલો છે, જયારે ભરત ઉર્ફે પથુ રાજકોટના ભાડલા પોલીસ સ્ટેશનમાં–૨, વલ્લભીપુર–૨, બોટાદ, ઉના અને ગોંડલમાં એક એક ગુના નોંધાયેલા છે, ત્રીજા વરજાગં સામે શિહોર પોલીસ મથકમાં જુગાર સહિતના ચાર ગુના નોંધાયેલા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech