BREAKING NEWS

અમરેલીઃ લીલીયાના નાના કણકોટ ગામે નીલગાયનો આતંક, મહિલા સહિત બે પર જીવલેણ હુમલો

  • February 12, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના કણકોટ ગામે એક અત્યંત ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે. અત્યાર સુધી લોકો રખડતા શ્વાનોના હુમલાથી પરેશાન હતા, પરંતુ હવે જંગલી નીલગાય (રોજ) એ ગામમાં આતંક મચાવ્યો છે. નાના કણકોટમાં નીલગાયે એક મહિલા સહિત બે વ્યક્તિઓ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.


બે અલગ-અલગ વિસ્તારમાં હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર નીલગાયે ગામના કોઈ એક ચોક્કસ ભાગમાં નહીં પરંતુ અલગ-અલગ બે વિસ્તારોમાં જઈને લોકોને નિશાન બનાવ્યા હતા. ગામલોકોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે નીલગાય માણસોને જોઈને ભાગી જતી હોય છે, પરંતુ આ નીલગાયે સામે ચાલીને લોકો પર હુમલો કર્યો હતો. નીલગાયના આ પ્રકારના આક્રમક વર્તનને જોતા તે ‘હડકાયું’ થયું હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે.


ઈજાગ્રસ્તોની હાલત અને સારવાર
આ હુમલામાં એક મહિલા અને અન્ય એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બચાવ્યા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application