અમરેલીનો એ સ્ટેશન રોડ જ્યાં બસ સ્ટેશન થી માંડી કોલેજ સર્કલ સુધી વાયા રેલવે સ્ટેશન અને પ્રકારના ખાડાઓ જોવા મળી રહ્યા છે આ ખાડાઓ અવારનવાર અકસ્માત નોતરી રહ્યા છે તમામ કોલેજો વિદ્યાસભા તેમજ મોટાભાગની સ્કૂલો આ રોડ ઉપર આવેલી છે જ્યારે અમરેલીનું બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન પણ આ રોડ ઉપર આવેલું છે સેંકડો વિદ્યાર્થીઓ આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે તેમજ એસટી બસો તથા અમરેલી શહેરમાં આવતા ભારે વાહનો પણ આ રોડ ઉપરથી પસાર થાય છે અને આ હાલમાં આ રોડ ઉપર નાના મોટા દરવાજ એકાદ બે અકસ્માત થઈ રહ્યા છે છતાં અમરેલી નગરપાલિકા તથા આર એમ બી વિભાગનું પેટનું પાણી પણ હલતું નથી આ અંગે જાણીતા કાર્યકર ઘનશ્યામ સાવલિયા દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પણ વિકાસની વાતો વચ્ચે અમરેલી શહેરનો ધોરીમાર્ગ ગણાતો આ સ્ટેશન રોડ ની કોઈ દરકાર કરતો જ નથી,,,,,,,,, વિકાસથી વાતો વચ્ચે અમરેલી શહેર તેમજ જિલ્લામાં ધારાસભ્ય ગુજરાત સરકારના મિનિસ્ટર છે સાંસદ પણ સારો વિકાસ કરી રહ્યા છે ત્યારે અમરેલી શહેરની જનતા ની આ સ્થિતિ કોણ દૂર કરશે ? મોટી વાત તો એ છે કે જિલ્લાના સાંસદ તથા ધારાસભ્ય પણ આખા દિવસમાં આ રોડ ઉપરથી પસાર થાય છે તેમને આ ખાડા દેખાતા નહિ હોય અમરેલી જિલ્લામાં પંચાયતી માંડી અને પાર્લામેન્ટ સુધીની સત્તા ભાજપ પાસે છે પરંતુ શહેરના બહુ મોટા વિકાસ વચ્ચે આ રોડ ના ખાડા તેમને કદાચ દેખાતા ન હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application