BREAKING NEWS

વેરાવળ એસ.ટી. ડેપો ખાતે અકસ્માત નિવારણ ઓપન હાઉસ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

  • October 08, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ ,આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડ્રાઇવરો-કંડકટર સહિત તમામ કર્મચારીઓને તમાકુના સેવનથી થતા નુકસાન, જોખમી પરિબળો તેમજ વ્યસન છોડવાના ફાયદા અને તમાકુ નિયંત્રણ ધારો COTPA - 2003 વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.વધુમાં બસ સ્ટેશન ખાતે તમાકુ નિયંત્રણ ધારાની કલમ-૪ જાહેરમાં ધૂમપાન કરવા પર પ્રતિબંધ અન્વયે સખ્ત અમલીકરણ અને બસમાં કોઈપણ મુસાફર, ડ્રાઇવર, કન્ડક્ટર ધૂમ્રપાન ન કરે તે અંગે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું. ‘તંદુરસ્ત જીવન થી તંદુરસ્ત સમાજ’નો સંદેશો આપી તમામ સ્ટાફને બેગ વિતરણ કરવામાં આવી હતી.
આ સાથે જ ડ્રાઇવર-કંડક્ટર ઓપન હાઉસ યોજી અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપી ચાલુ બસે મોબાઇલનો ઉપયોગ ન કરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, જોખમી ઓવરટેકિંગ ન કરવા વગેરે ડ્રાઈવિંગ લક્ષી બાબતોની ઊંડાણપૂર્વક ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application