જામનગર મા ઢીચડા વાળા માર્ગે ભૂગર્ભ ગટર નું કામ કરવામાં આવનાર હોવા થી તા ૧૯ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ સુધી આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે . જે અંગે ની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકા નાં કમિશનર. ડી. એન. મોદી એ ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ ની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેમાં જામનગર મહાનગર પાલિકાની હદમાં ઢીચડા ગામ ના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ - ૧ મેઈન ગેઇટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા પર વાયુનગર મેઈન રોડ સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુ થી તા.૧૯-૦૨-૨૦૨૪ થી તા.૩૧-૦૩-૨૦૨૪ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. જેનો અમલ કરવા નો કમિશનરે હુકમ ફરમાવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે નિયમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.
ઢીચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ ૧ મેઈન ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા પર વાયુનગર મેઈન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાયુનગર મેઈન રોડથી વાયુનગરની આંતરિક શેરી થઇ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઇ મારૂતિનંદનની આંતરિક શેરી થઇ બાલાજી પાર્ક ૩ મુખ્ય રસ્તા થઇ બાલાજી પાર્ક ૨ મુખ્ય રસ્તા થઇ બાલાજી પાર્ક ૧ મુખ્ય રસ્તા થઇ ડીફેન્સ કોલોની મુખ્ય રસ્તા થઇ દિજામ મિલ તરફ જવાનો રોડ ચાલુ રહેશે.
ઉપરાંત ઢીચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ ૧ મેઈન ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા પર - વાયુનગર મેઈન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાયુનગર મેઈન રોડથી વાયુનગરની આંતરિક શેરી થઇ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઇ બંસીધર સ્કુલ કનૈયા પાર્ક થઇ તિરુપતિ સોસાયટી મેઈન રોડ થઈ નીલકંઠ પાર્ક મેઈન રોડ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે. તેમ મ્યુનિ. કમિશ્નર જામનગર મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMજેતપુરના મોટા ગુંદાળા પાસે આવેલા વોટરપાર્કમાં મોબાઇલ- રોકડની ચોરી
May 02, 2025 10:25 AMઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech