વ્યાસપીઠેથી ભાઈજી રમેશભાઈ ઓઝા એ શ્રીમદ ભાગવત મહાપુરાણનું દિવ્ય મહાત્મ્ય સરળ ભાષામાં લોકો સમક્ષ રજૂ કરતા કહ્યું કે, વ્યાસજીના ભાગવતમાં, વ્યાસના રામ પરબ્રહ્મ પરમાત્મા છે, યારે તુલસીના રામ સરાસર બ્રહ્મ છે. શ્રીરામ પ્રકાશિત છે, જગત પ્રકાશીય છે અને આત્મા પ્રકાશક છે. આ રામાયણમાં તુલસીદાસે ચાર ભાગમાં કથા પ્રસ્તુત કરી છે. જ્ઞાન, કર્મ, ભકિતમાર્ગ અને શરણાગતિ ભાગમાં તુલસી પોતાના મનને કથા સંભળાવે છે. – શુકદેવજી એટલે ભાગવત, ભાગવતના પ્રથમ સ્કંધમાં વેદો – ઉપનિષદોનો મહિમા છે. શ્રીમદ ભાગવત સંસારીઓ પરીક્ષિત માટે ઔષધ છે, નિરોગી લોકો સનકાદી મુનિઓ માટે રસાયણ છે, પ્રેમી ભકતો–ગોપીઓ માટે અમૃત છે યારે પરમહંસો શુકદેવજી, શિવ, સનતકુમારો માટે નસો ચડે એવું આસવ છે.– માનવ અને ઈશ્વર વચ્ચે પ્રેમનો સંવાદ કરવા વેદો, ઉપનિષદો, ભગવદગીતા, પ્ર–દર્શનો, જૈન ધર્મના આગમો, સ્વામિનારાયણની શિક્ષાપત્રી, શીખ ધર્મનો ગ્રથં સાહેબ, પારસીના જીદ અવસ્તા, કુરાન, બાયબલ વગેરે ધર્મગ્રંથો યુગોથી ઉપદેશો આપે છે, માનવ સમાજમાં સંવાદિતતાને કાયમ કરવાનો ધર્મગ્રંથોનો આશય છે.
ભાગવતની આગળની યાત્રા વર્ણવતા રમેશભાઈ ઓઝા કહે છે કે, બ્રહ્મસૂત્રના ચાર સૂત્રો પૈકી બીજા સૂત્રથી ભાગવત નો પ્રારભં થાય છે, ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર છે, ભાગવતનો પ્રારભં સત્યમ પરમ ધી મહી થી થાય છે, કથા વિવિધ સંદર્ભમાં પૂય ભાઈશ્રી એ સત્સંગના મહત્વ બાબતે કેટલાક પ્રશ્નો કર્યા, જેમાં શાક્રો, ઇતિહાસ, પુરાણ, વેદ ધર્મ શાક્રો બધાનો સાર શું છે?, શ્રેય–કલ્યાણ કોણ છે?, કલ્યાણ માટેનું સાધન, ભગવાનના અવતારનું પ્રયોજન અને સનાતન ધર્મ તથા માૈંનના મહત્વની હૃદયસ્પર્શી વાતો કરી, છેલ્લ ા છઠ્ઠા પ્રશ્નમાં ભગવાન શ્રીરામ પધાર્યા પછી ધર્મ કયાં ગયો? – પોથીના પાનામાં ધર્મ નથી, હવે ગુકુળ, આશ્રમો, મંદિર–મઠો, જલારામ બાપાની ઝૂંપડીમાં ધર્મ છે.
કથા વિરામ પૂર્વે પૂય રમેશભાઈ ઓઝા એ લંકામાં શ્રી રામ–રાવણનો ભયંકર સંગ્રામ વર્ણવ્યો. રામજી રાવણના મસ્તક કાપે છે, રાવણને નવા નવા મસ્તક આવે છે. રાવણે શિવજીની પૂજા કરી હતી, પોતાના મસ્તકને જ કમળ બનાવી રાવણે શિવજી મહારાજને અર્પણ કયુ હતું, તેથી તેને નવા નવા મસ્તક આવતા હતા.. આથી યુદ્ધમાં રામજીને પરિશ્રમ થયો તે સમયે અગત્સ્ય મુની રણભૂમિમાં પધાર્યા, તેમણે રામજીને કહ્યું, હે રામ, હે મહાબાહત્પ! હત્પં તમને એક સનાતન રહસ્ય કહત્પં તે સાંભળો, જેથી તમે સર્વ શત્રુઓને રણમેદાનમાં જીતી શકશો. આ આદિત્ય હૃદય સ્તોત્ર સર્વ શત્રુઓનો નાશ કરના, વિજય અપાવનાં અને એને નિરંતર જપ કરવાથી પરમ બ્રહ્મને પ્રા કરાવનાં છે. જો આ સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરશો તો જઈ મેળવશો અને રાવણનો વધ કરી શકશો. અગત્સ્ય મુનિના ઉપદેશ અનુસાર રામજીએ સૂર્ય નારાયણનું સ્તવન પૂજન કયુ. યુદ્ધમાં રામજીએ ૩૧ બાણ છોડા, ૨૦ બાણ થી ૨૦ હાથ, ૧૦ બાણ થી દસ મસ્તક અને છેલ્લ ા એક બાણથી રાવણનું હૃદય વિંધાયું, રાવણનો વધ થયો અને લંકા યુદ્ધમાં રામનો વિજય થયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech