જામનગરમાં અંધ આશ્રમ આવાસ નજીકથી પસાર થઈ રહેલી રેલવે લાઇન પર ગઈકાલે બપોરે એક વિપ્ર બુઝુર્ગ મહિલાએ પોતાની બીમારીથી કંટાળી જઈ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને મૃતકના પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શિવમ પાર્ક ટેનામેન્ટ નંબર -૪માં રહેતી મીનાક્ષીબેન રશ્મિકાંતભાઈ વ્યાસ નામની ૭૦ વર્ષની વિપ્ર બુઝુર્ગ મહિલા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી માઈગ્રેન તેમજ બીપીની બીમારીથી પીડાતા હતા.જે બીમારીના કારણે તેઓ જિંદગીથી તંગ આવી ગયા હતા.
દરમિયાન ગઈકાલે બપોર બાદ તેઓ પોતાના ઘેરથી નીકળી ગયા હતા, અને અંધ આશ્રમ આવાસ નજીકથી પસાર થઈ રહેલી રેલવે લાઇન પર પહોંચી જઈ ત્યાં ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. ધસમસતી ટ્રેન હેઠળ કપાઈ જવાના કારણે તેઓનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકની પુત્રી કૃતિબેન રશ્મીકાંતભાઈ વ્યાસે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને વિપ્ર બુઝુર્ગ મહિલાના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application