BREAKING NEWS

કોરોના સમયે પ્રવેશ લેનારએમબીબીએસના વિદ્યાર્થીઓને ‘પરીક્ષામા એક વધારાની તક’

  • October 20, 2026 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી અને તેના લીધે સર્જાયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નેશનલ મેડિકલ કમિશન દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. એનએમસી હેઠળના અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ અને ત્યારબાદ પ્રવેશ મેળવનાર તમામ પાત્ર વિદ્યાર્થીઓને પ્રથમ વ્યાવસાયિક પરીક્ષા પાસ કરવા માટે વધુ એક વધારાની ‘દયાની તક’ આપવાની જાહેરાત કરવામાં આવી છે.-૧૯ની અસરોને ધ્યાને રાખી માનવતાવાદી નિર્ણય લીધો છે જેમાં ગત ૨૩ સપ્ટેમ્બરે આયોજિત એન એમ સીની ૧૮મી બેઠકમાં આ મુદ્દે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કોવિડ-૧૯ મહામારી દરમિયાન અભ્યાસમાં પડેલા વિક્ષેપ, વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તેમજ વિવિધ આંતરિક મુશ્કેલીઓને કારણે વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીઓ અને અન્ય હિતધારકો તરફથી મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામ નિવેદનો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડે આ વન-ટાઇમ માનવતાવાદી રાહત આપવાનો નિર્ણય લીધો છે.સામાન્ય નિયમો મુજબ પ્રથમ વર્ષની પરીક્ષા માટે મહત્તમ ૪ પ્રયાસો મળતા હોય છે, પરંતુ આ ખાસ કિસ્સામાં વન-ટાઇમ ટ્રાન્ઝિશનલ છૂટછાટ આપીને કુલ ૫ પ્રયાસની મંજૂરી આપવામાં આવી છે. જો પ્રથમ વર્ષ પૂર્ણ કરવા માટેની નિર્ધારિત ૪ વર્ષની સમયમર્યાદા વીતી ગઈ હોય તો પણ વિદ્યાર્થીઓને આ વધારાનો પ્રયાસ ઉપલબ્ધ રહેશે. જોકે, આ લાભ મેળવવા માટે વિદ્યાર્થીનું પ્રવેશ રજીસ્ટ્રેશન માન્ય હોવું જોઈએ અને સંબંધિત કોલેજ કે યુનિવર્સિટી દ્વારા તેમનું એડમિશન રદ કરાયેલું ન હોવું જોઈએ. કમિશને સ્પષ્ટ કર્યું છે કે જેમણે અગાઉના નિર્ણયો કે કોર્ટના આદેશો મુજબ પહેલાથી જ દયાની તક મેળવીને ૫ પ્રયાસ પૂરા કરી લીધા છે, તેમને આ છઠ્ઠો પ્રયાસ મળશે નહીં. આ ઉપરાંત, સમગ્ર એમબીબીએસ કોર્સ પૂર્ણ કરવા માટેની મહત્તમ ૧૦ વર્ષની અવધિમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. આ નિર્ણય માત્ર અટકેલા કે પેન્ડિંગ કિસ્સાઓને રાહત આપવા માટેનું એક વિશેષ પગલું છે અને તેને ભવિષ્યની નવી બેચ માટે ઉદાહરણ તરીકે ગણવામાં આવશે નહીં.બીજી તરફ, રાજ્યમાં હાલમાં પોઈન્ટ મેડિકલ (પોસ્ટ ગ્રેજ્યુએશન) મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટેટ ક્વોટાનો પહેલો રાઉન્ડ આગામી ૨૮મીથી શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન ચાલુ વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએશનના જુદા જુદા કોર્સમાં અંદાજે ૪૦૦ જેટલી બેઠકો વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, પ્રવેશ સમિતિના સૂત્રો અનુસાર બેઠકો વધારવાની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આથી હવે પહેલા રાઉન્ડ પછી જ બેઠકોમાં વધારો થાય તેવી શક્યતા છે. જો બેઠક વધારો થાય તે પહેલાં પહેલો રાઉન્ડ શરૂ કરાય તો ઉમેરાયેલી નવી બેઠકો બીજા રાઉન્ડ પછી જ સામેલ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application