BREAKING NEWS

નિષ્પક્ષ, નીડર, વિશ્વવ્સ્નીય અખબાર એટલે આજકાલ

  • July 27, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ સાંધ્ય દૈનિક દ્રારા આયોજિત વાર્ષિક લવાજમ મેગા ડ્રોના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ આજકાલની સત્યનિા, વિશ્વસનીયતા અને સામાજિક સરોકારની ભાવનાને હત્પંફાળા શબ્દોમાં બિરદાવી હતી અને આજકાલ અખબાર દ્રારા સમાજના પ્રહરી તરીકે અવિરતપણે કામ કરતા રહીને વાચકોના હૃદયમાં મેળવવામાં આવેલા સ્થાનની સરાહના કરી હતી. મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ૭૦૦થી વધુ ગ્રામ્ય અને તાલુકા મથકોએ વિસ્તરેલા આજકાલ દૈનિકે વર્ષેાથી નિષ્પક્ષ અને જવાબદાર પત્રકારત્વ દ્રારા લોકોનો વિશ્વાસ જીત્યો છે. આજકાલ દ્રારા કશું પણ છાપવામાં આવે તો તે તામ્રપત્ર પર લખેલો શિલાલેખ બની જાય છે. આ જ વિશ્વસનીયતા એટલે આજકાલ. ઉપસ્થિત સર્વેએ આજકાલ દૈનિકને સતત પ્રગતિના નવા શિખરો સર કરવાની શુભેચ્છાઓ પણ વ્યકત કરી હતી. હોટલ ગેલેકસીમાં યોજાયેલા આ વાર્ષિક મિલન સમારંભમાં શહેરના
રાજકીય, સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ આજકાલ દૈનિકના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજકાલના વાર્ષિક લવાજમ મેગા ડ્રોમાં વિજેતાઓને એસી, ફ્રીજ, એલ.ઈ.ડી ટીવી, મોબાઈલ, મિકસર,હેન્ડ બ્લેન્ડર અને પાવર બેંક સહીત અનેક લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.
સમારોહમાં રાજકોટના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, દંડક સંજય સિંહ રાણા, શાસક પક્ષ નેતા હિરેન ખીમણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આજકાલ દૈનિકના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા અને મેનેજર અતુલભાઈ જોશીએ કાર્યક્રમમાં હાજર રાજકોટ શહેર તેમજ બહારગામથી આવેલા પ્રતિનિધિઓનું ઉષ્માભયુ સ્વાગત કયુ હતું. આ ઉપરાંત તેમણે વર્ષ દરમિયાન પ્રતિનિધિઓએ કરેલી કામગીરીની પ્રશંસા કરી અને આગામી વર્ષમાં વધુ ઉત્સાહ, સમર્પણ અને નવી ઊર્જા સાથે કાર્ય કરવા માટે સૌને પ્રેરિત કર્યા હતા. મેનેજર અતુલભાઈ જોશીએ આકર્ષક શૈલીમાં સુચા સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લવાજમ મેગા ડ્રોમાં પ્રથમ ઇનામ (એસી)ના હકદાર ઉપલેટાના જીલ પટેલ, દ્રિતિય ઇનામ (ફ્રીજ)– ભાયાવદરના મહાવીર સિંહ ચુડાસમા અને તૃતીય ઇનામ (ટીવી)ના હકદાર ઉપલેટાના ભરત રાણપરીયા બન્યા હતા.
રાજકોટ શહેરથી આવેલા પ્રેસ પ્રતિનિધિઓ સી.જે રાવલ, ખોડુભા જાડેજા, કમલેશભાઈ ચતવાણી, નરેન્દ્રભાઈ સોલંકી, નીતિનભાઈ ફીચડીયા, જયેશભાઈ ગોહેલ, ચેતનભાઈ રાઠોડ, સુજલભાઈ રાઠોડ, ધવલભાઈ રાઠોડ, શુભમભાઈ રાઠોડ, મહેશભાઈ, તુલસીભાઈ, વિનુભાઈ ટાંક, હાર્દીબેન, ધાર્મીબેન, મહેશભાઈ લખતરીયા, વૈદ લખતરીયા, રશ્મીકાન્તભાઈ તન્ના, જીતેન્દ્રભાઈ દવે, શાંતિલાલ જોશી, જયભાઈ જોશી, ભાવેશભાઈ ખુંગલા, મયુરભાઈ રાજદેવ, ખુમેશભાઈ ગોસાઈ, વસંતભાઈ વઘાસીયા, નીહારભાઈ પારેખ, પ્રફુલભાઈ પડિયા, અંશભાઈ પડિયા, ખુશી પડિયા, ભુનેશભાઈ મહેતા, મિતુલભાઇ મહેતા, હિમાંશુભાઈ દવે, કૌશિકભાઈ ચૌહાણ, રમેશભાઈ, વિશાલભાઈ, ઇકબાલભાઈ મીરા, ભરતભાઈ પાઠક, નીલેશભાઈ સોલંકી તથા બહારગામથી આવેલા બસીરભાઈ બાંગા, પરવેઝભાઈ બાંગા, સનંતભાઈ વ્યાસ, જીલભાઈ વ્યાસ, સુભાષભાઈ મંડીર, કિશોરભાઈ વસોયા, રમણીકભાઈ ટોપિયા, કમલેશભાઈ જોશી, હસમુખભાઈ કેસરિયા, શૈલેશભાઈ બામટાં, લીતેશકુમાર ચંદારાણા, દાદામીયા સૈયદ, તુષારભાઈ વ્યાસ, પ્રતિકભાઈ, જયેશભાઈ ભોજાણી, સમીરભાઈ વિરાણી, રફીકભાઈ, અશોકભાઈ પાઠક બીજલભાઈ ભેસજાળીયા, મોસીનભાઈ શેખ, ઈબ્રાહીમભાઈ, એહમદભાઈ સહિતના પ્રેસ પ્રતિનિધિઓએ વાર્ષિક લવાજમ મેગા ડ્રોના આયોજનની ખૂબ જ પ્રશંશા કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application