શહેરના ભગવતીપરામાં રહેતા વૃધ્ધ ગત તા.5ના રોજ ઘરેથી નીકળી ગયા બાદ સાંજે સરધાર પાસેથી બેભાન હાલતમાં મળી આવતા ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણે દવા પીધી હોવાનું જાણવા મળ્યું હતું. વૃધ્ધને સારવાર બાદ ઘરે લઇ જવામાં આવ્યા હતા. ગઈકાલે ફરી તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં મોર્ડન સ્કૂલ પાસે રહેતા લક્ષ્મીનગરધરભાઈ બદરૂદીનભાઈ અબ્દુલહુસેન (ઉ.વ.78)ના વૃધ્ધ ગત તા.5ના સવારે ઘરેથી નીકળી ગયા બાદ મોડે સુધી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન સરધાર પાસે આવેલી દરગાહેથી બેભાન હાલતમાં મળી આવતા તાકીદે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા જ્યાં તેણે દવા પીધી હોવાનું જાણવા મળતા સઘન સારવાર આપવામાં આવી હતી. વૃધ્ધને હોસ્પિટલેથી રજા આપ્યા બાદ ઘરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ગઈકાલે ફરી તબિયત લથડતા સિવિલમાં ખસેડાયા હતા પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
મૃતક વૃધ્ધ પાંચ ભાઈ પાંચ બહેનમાં આઠમા નંબરે હતા. અને સંતાનમાં બે પુત્ર છે, પોતાને રેલનગરમાં પ્રાઈમસ રીપેરીંગ દુકાન છે, વૃધ્ધને હાથ અને પગનો લાંબા સમયથી દુઃખાવો રહેતો હોય જે સહન ન થતા દરગાહે જઈ દવા પી લીધી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application