BREAKING NEWS

અનિરૂદ્ધ રવિચંદર અને કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાશે

  • August 18, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય મ્યુઝિક કંપોઝર અનિરૂદ્ધ રવિચંદર ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી તેમનું નામ સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારન સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે પોતાના સંબંધોને નવું નામ આપવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કાવ્યા અને અનિરૂદ્ધના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.  રિપોર્ટ મુજબ, અનિરૂદ્ધ રવિચંદર અને કાવ્યા મારન આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને 10 નવેમ્બર 2026ના રોજ લગ્નના બંધનમાં બંધાશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બંનેના લગ્ન ગ્રીસમાં થશે અને આ એક ડેસ્ટિનેશન વેડિંગ હશે. જોકે, હજુ સુધી અનિરૂદ્ધ કે કાવ્યા તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.અનિરૂદ્ધ અને કાવ્યાના સંબંધોની ચર્ચા ત્યારે વધુ વેગ પકડી ગઈ, જ્યારે અનિરૂદ્ધના મામા અને અભિનેતા વાય. જી. મહેન્દ્રને એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના સંબંધો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અનિરૂદ્ધના લગ્ન ટૂંક સમયમાં થવાના છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નને લઈને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ હતી.
આ પહેલીવાર નથી જ્યારે બંનેનું નામ એકસાથે જોડવામાં આવ્યું હોય. વર્ષ 2025માં એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરાયો હતો કે બંને એક વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે અને લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે, તે સમયે અનિરૂદ્ધે આ અહેવાલોને મજાકમાં ઉડાવી દીધા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "લગ્ન? અરે ભાઈ, થોડું ચિલ કરો, અફવાઓ ફેલાવવાનું બંધ કરો.કાવ્યા મારન આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ છે. તે 'સન ગ્રુપ'ના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે. કાવ્યાને અવારનવાર આઈપીએલ મેચો દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. આ સિવાય તે પોતાની બિઝનેસ સૂઝબૂઝ અને પ્રોફેશનલ અંદાજ માટે પણ જાણીતી છે.અનિરૂદ્ધ રવિચંદર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં પોતાના સંગીતથી દર્શકોના દિલ જીત્યા છે. તેમના દમદાર બીટ્સ માત્ર ફિલ્મોને ખાસ જ નથી બનાવતા, પરંતુ તેમના અસંખ્ય ગીતો લાંબા સમય સુધી લોકોની પ્લેલિસ્ટનો ભાગ બની રહે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનિરૂદ્ધ પાસે અનેક  પ્રોજેક્ટ્સ છે. તેમની આવનારી ફિલ્મોમાં 'જેલર 2', 'ધ પેરાડાઇઝ', 'અરાસન', 'કિંગ' અને 'એએ23 x એ6' જેવી ફિલ્મો સામેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application