BREAKING NEWS

બુધવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે વાર્ષિક ખેલકૂદ મહોત્સવ

  • December 08, 2025 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 10 ને બુધવારથી વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ જુદા જુદા ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્રકારની 27 ઇવેન્ટ યોજવામાં આવનારી છે અને તેમાં અત્યાર સુધીમાં 400થી વધુ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ વાર્ષિક ખેલ કુદ મહોત્સવમાં જે રમતવીર વિજેતા બનશે તેમને આગામી દિવસોમાં મેંગલોર ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે.

ભાઈઓ અને બહેનો માટેની તારીખ 10 થી શરૂ થતી ખેલકૂદ સ્પર્ધામાં એટલેટીક્સ, માર્ચ પાસ્ટ, મશાલ જેવા આકર્ષણો ઉમેરાયા છે. વિજેતાને બેસ્ટ એથલેટ એવોર્ડ આપવામાં આવશે. સ્પર્ધાની સાથોસાથ જ સ્થળ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને જે તે દિવસે જ ઇનામ વિતરણ અને મેડલ વિતરણના કાર્યક્રમો યોજવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં પદવીદાન સમારોહ યોજવામાં આવનારો છે તે પૂર્વે નો આ મેગા ઇવેન્ટ ગણવામાં આવે છે અને તેની તૈયારીમાં કુલપતિના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ કર્મચારીઓ લાગી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application