રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટ અરજદારોને ભાડે આપવામાં આવે છે જે અંતર્ગત ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં હાલ સુધીની પ્લોટ ભાડાની કુલ આવક રૂ.૧.૬૧ કરોડ થઇ હોવાનું જાહેર થયું છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષમાં કુલ ૯૯ અરજદારોને ૧૦ ખુલા પ્લોટ ભાડે આપવામાં આવ્યા હતા અને તે પેટે રૂ.એક કરોડ ૬૧ લાખ ૯૧ હજાર ૧૪૩ની આવક થઇ હતી.
મહત્વપૂર્ણ છે કે સામાન્ય રીતે મહાપાલિકા તંત્ર દ્વારા આવી વિગતો જાહેર કરવામાં આવતી નથી પરંતુ ગત જનરલ બોર્ડ મિટિંગમાં શાસક પક્ષના કોર્પોરેટરએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુતરમાં ઉપરોક્ત વિગતો સામે આવી હતી.