આટકોટ પોલીસ એસપી દ્વારા વાર્ષીક ઇન્સ્પેક્શન યોજાયું
આટકોટ પોલીસ એસપી દ્વારા વાર્ષીક ઇન્સ્પેક્શન યોજાયું
August 22, 2026 10:01 AM
આટકોટ પોલીસ સ્ટેશન મા વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ શાંતી સમીતી ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ગ્રામ્ય નાં સરપંચ જીલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આટકોટ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં જસદણના એ એસ પી નવીનચંદ્ર રેપુડી આટકોટ ની પી આઇ રાઠોડ દ્વારા શાંતી સમીતી ની બેઠક યોજાઇ હતી એસ પી વિજયસિંહ ગુર્જર એ ગામજનો ને સીસીટીવી કેમેરા ફીટ કરવા તેમજ બસ સ્ટેશન પાસે ટ્રાફીક ન થાય તેમજ નાની ઉંમર નાં બાળકો ને ટુ વ્હીલર ન આપવા સહીત જણાવ્યું હતું ગામના લોકો ને કોઈ અન્ય સમસ્યા હોય તો જણાવજો. તેમજ તેરા તુજકો અર્પણ જેમાં ત્રણ લોકો નાં મોબાઈલ ફોન એસ પી વિજયસિંહ ગુર્જર નાં હસ્તે આપવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.