રાજકોટ શહેરના સરાજાહેર ફાયરિંગમાં પેંડા અને મુરઘા ગેંગના આરોપીઓ ની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ પેંડા ગેંગના 17 આરોપીની ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી જુદી જુદી જેલમાં ધકેલી દેવાયા બાદ આ ફાયરિંગ પ્રકરણ સમયે પેંડાગેંગ સાથે સ્વીફ્ટ કારમાં હાજર શખ્સની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ધરપકડ કરી છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જંગલેશ્વરની કુખ્યાત રમા સંધીનો પતિ જાવીદ જુણેજા ફેફસાની બીમારીથી પીડિત હોય મંગળા મેઈન રોડ પર આવેલ પ્રગતી હોસ્પિટલમાં સારવાર મા હતો ત્યારે મોડી રાત્રીના ૩ વાગ્યાની આસપાસ રમા સંધીની ત્રણ પુત્રી તેમના પુત્રો સાથે હોસ્પિટલ બહાર બેઠી હતી. ત્યારે એક બાઈક અને એક કારમાં પેંડા ગેંગના મેટિયો ઝાલા, ભયલું ગઢવી સહિત ચાર શખ્સો ઘસી આવ્યાં હતાં અને ધડાધડ ફાયરીંગ કરી દિધું હતી.
તે વેળા એ સામા પક્ષે પણ સંજય ઉર્ફે સંજલો અને સમીર ઉર્ફે મુર્ગો આણી ટોળકીએ ફાયરીંગ કરતાં એ.ડિવિઝન પોલીસ મથકમાં સામ સામે ગુના નોંધાયા બાદ એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહીતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
એસઓજીએ પેંડા ગેંગના સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત ચાર શખ્સોને દબોચી લીધા હતા અને આગવી ઢબે સરભરા કરી હતી. બાદમાં પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ એસીપી બી બી બસિયાની અધ્યક્ષતાના નિમાયેલી એસઆઈટી કરી રહી છે.
ત્યારે ફાયરિંગ ટાણે પેંડા ગેંગ સાથે સ્વીફ્ટ કારમાં હાજર અને બનાવ સ્થળે જૂથ અથડામણમાં સામેલ આરોપી મહેશ ઉર્ફે માયો અરજણભાઈ અલગોતર ઉવ 43 રહે. પુનિતનગર પાણીના ટાંકા પાસે, ગોંડલ ચોકડી, રાજકોટને પેરોલ ફર્લો સ્કવોડના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટ અને પીએસઆઈ જે જી તેરૈયાની ટીમે સ્વાતિ પાર્ક શેરી નં.-8 ખાતેથી દબોચી એસઓજીના હવાલે કર્યો હતો.