BREAKING NEWS

નકલી પોલીસ મિહિર કુગશિયાનું વધુ એક કારસ્તાન, સરધારના યુવકને ખોટા કામ કરવા આવ્યો છો કહી 95 હજાર ખંખેરી લીધા

  • November 06, 2025 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ક્રાઈમ બ્રાંચના નામે એસટી બસ સ્ટેશન પાછળ કપલને આંતરી ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ૩૧ હજારનો તોડ અને ગોંડલમાં પોલીસના નામે ગ્રાફિકના ધંધાર્થી યુવક પાસે પાંચ લાખનો તોડ કર્યા બાદ પાસા હેઠળ જેલની હવા ખાઈ બહાર આવી ફરી ડિસ્ટાફના નામે મોરબીના યુવક પાસે બળજબરીથી એટીએમમાંથી 12 હજાર કઢાવી તોડ કરનાર રાજકોટ પોપટપરાના કુખ્યાત મિહિર કુગસિયાએ વધુ એક ટ્રાન્સપોર્ટરને એલસીબી ક્રાઈમની ઓળખ આપી ૨૦ હજાર પડાવી લીધા બાદ પોલીસની પૂછપરછમાં સરધારના યુવકને રિક્ષામાંથી નીચે ઉતારી 95000 નો તોડ કરી લીધાની કબુલાતના આધારે એ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધાયો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ સરધાર ના શાંતિનગર વૃંદાવન સોસાયટીમાં રહેતા જીગ્નેશ કિરીટભાઈ વ્યાસ ઉંમર વર્ષ 43 વાળા એ ડિવિઝન પોલીસમાં ટ્રકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત તારીખ 30 ના રોજ જીગ્નેશને અમદાવાદ ખાતે ફાર્મા કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂમાં જવાનું હોય રાજકોટ બસ સ્ટેશન ખાતે સાંજે 6:00 કલાકે ઉતર્યો હતો.


તે દરમિયાન બસ સ્ટેશનથી રેલ્વે સ્ટેશન જવા માટે ઓટોરિક્ષામાં બેસી જવા નીકળ્યો હતો તે વેળાએ અજાણ્યા શખસે નંબર પ્લેટ વગરના એક્સેસ મોટરસાયકલ પર આવી પોલીસ તરીકેની ઓળખ આપી યુવકને તું છોકરીઓ સાથે ખોટા કામ કરવા આવ્યો છું તેમ કહી ભડાકા ખેંચી લીધા હતા અને તેની પાસે રહેલ થયેલો ચેક કરતા તેમાંથી 95 હજાર રોકડા મળી આવતા તે નાણા પડાવી નાસી છૂટ્યો હતો.


આ તોડબાજ કોઈ અસલી પોલીસ નહીં પરંતુ નકલી હોવાનું ન્યૂઝપેપરોમાં વાંચ્યા બાદ ભોગ બનનાર યુવકે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા મિહિર સામે વધુ એક ગુનો નોંધવામાં આવતા તેની સામે કુલ પાંચ જેટલા તોડના ગુના દાખલ થયા છે.


નકલી પોલીસ મિહિરના ખુદ ડીસીપી ક્રાઈમે સીન વિખી નાખ્યા

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના નામે છેલ્લા એક વર્ષથી તોડ કરતાં રાજકોટ ના પોપટપરાના મિહિર કુગસીયાએ રાજકોટ માં કપલ પાસેથી 31,000 મોરબીના યુવક પાસેથી 12 હજાર ગોંડલના ગ્રાફિક્સના ધંધાથી પાસેથી પાંચ લાખ રાજકોટના ટ્રાન્સપોર્ટર પાસેથી ₹20,000 અને સરધારના યુવક પાસેથી 95000 નો તોડ કરતા ખુદ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા એ સરભરા કરી નકલી પોલીસનો નશો ઉતારી અસલી પોલીસનો પરચો બતાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application