આ કેસની હકિકત મુજબ વિંછીયા પંથકમાં 2024ના ફેબ્રુઆરી મહિનામાં નશાકારક કોડાઈન સીરપ સાથે પ્રકાશ સાકળિયા નામનો પેડલર ઝડપાઈ ગયો હતો. તેની સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી) તથા 21(સી) મુજબ ગુનો નોંધાયો હતો. તેની પૂછપરછમાં સહ-આરોપી તરીકે નિતેષ તથા હાલના આરોપી હિતેષ ધીરુભાઈ ઓળકીયા (રહે. મોટા કંધેવાડીયા, તા. વિંછીયા)નું નામ ખુલતા બંનેને અટકમાં લઈ ધોરણસરની કાર્યવાહી બાદ જેલહવાલે કરાયા હતા. દરમિયાન આરોપી હિતેશ ધીરુભાઈ ઓળકીયાએ સ્પેશિયલ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છૂટવા અરજી કરી હતી.
આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહે હાજર થઈને જામીન અરજી રદ કરવા ભારપૂર્વક દલીલો કરી હતી, જેમાં હિતેષ ઓળકીયા આ ગુન્હાના કામમાં મુખ્ય નશાકારક કોડાઈન સિરપની બોટલોનો મુખ્ય સપ્લાયર છે, આરોપી હિતેશ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં પણ નશાકારક કોડાઈન સીરપની બોટલોનું વેચાણ કરવાનો ગુનો નોંધાયેલો છે, ઉપરાંત આ આરોપીએ અગાઉ ચાર્જશીટ બાદ સ્પેશિયલ કોર્ટ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મૂકેલી રેગ્યુલર જામીન અરજીઓ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને રદ કરવામાં આવી હતી. જેથી આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવો જોઈએ નહીં. જે દલીલો ધ્યાને લઈને એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા એનડીપીએસ આરોપી હિતેષ ધીરુભાઈ ઓળકીયાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ હતી. આ કામે સરકાર તરફે સરકારી વકિલ પરાગ એન.શાહ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech