BREAKING NEWS

જામખંભાળિયામાં વધુ એક ટેકાના ભાવે મગફળી ખરીદ માટેનું વધુ એક કેન્દ્ર કાર્યરત

  • November 25, 2025 01:17 PM 



સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ ખેત પેદાશની ખરીદી માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખંભાળિયામાં અગાઉ શરૂ કરવામાં આવેલા મગફળીની ટેકાના ભાવે ખરીદીના ચાર કેન્દ્ર સાથે ગઈકાલે સોમવારે વધુ એક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.


ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે લલિયા ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લિમિટેડની ટેકાના ભાવે ખરીદી માટેની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેણે સોમવારથી ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી સ્વીકારવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

​​​​​​​જે અંતર્ગત આજે મંડળીના પ્રમુખ વિજયસિંહ જેઠુભા સોઢા તેમજ ખેડૂત આગેવાનો વિગેરેની ઉપસ્થિતિમાં આ વધુ એક કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application