લગ્નના ચાર જ મહિનામાં ફરી વિવાદ, બાદશાહ અને ઈશા રિખી વચ્ચે બધું સામાન્ય નથી
લગ્નના ચાર જ મહિનામાં ફરી વિવાદ, બાદશાહ અને ઈશા રિખી વચ્ચે બધું સામાન્ય નથી
July 28, 2026 03:04 PM
પંજાબી સિંગર અને રેપર બાદશાહ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. 4 મહિના પહેલાં જ તેમણે ગુપચુપ રીતે બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્ની ઈશા રિખી છે, જેમના સંબંધોમાં તિરાડ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ અણબનાવની ખબરો વચ્ચે ઈશા રિખીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમના સંબંધોમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું.બાદશાહ સાથેના વિવાદની અફવાઓ વચ્ચે ઈશા રિખીએ પોતાની ચૂપકીદી પર સફાઈ આપતા કહ્યું કે હવે તે ચૂપ નહીં રહે, પરંતુ તેમાં થોડો સમય ચોક્કસ લાગશે. તેણે લખ્યું કેટલીક લડાઈઓ પાછળ કોઈ નિશાન નથી છોડતી. હું લાંબા સમય સુધી ચૂપ રહી કારણ કે મને ડર હતો. મને મારા પતિના પ્રભાવ, પાવર અને સંસાધનોનો ડર હતો. મેં મારી જાતને સમજાવી લીધી હતી કે ચૂપ રહેવું જ સુરક્ષિત છે. મારી ચૂપકીદીનો અર્થ એ નહોતો કે મેં બધું સ્વીકારી લીધું છે. એ તો બસ પરિસ્થિતિનો સામનો કરવાનો એક રસ્તો હતો. આજે હું ડરને બદલે હિંમત પસંદ કરી રહી છું. કદાચ હું આખી વાર્તા કહેવા માટે હજુ તૈયાર નથી, પરંતુ હવે હું એવો દેખાવો કરવા નથી માંગતી કે બધું ઠીક હતું. બાદશાહ અને ઈશાના સંબંધોમાં ખટરાગની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે થોડા દિવસો પહેલાં ઈશાએ એક પોસ્ટ શેર કરી હતી. તેમાં એક ફોટો હતો જેમાં ઈશા રડતાં રડતાં બાદશાહ સાથે પોઝ આપતી જોવા મળી હતી. તે કેપ્શનમાં તેણે લખ્યું હતું: "દરેક તોફાન એક પાઠ છે. દરેક પ્રાર્થના એક આશા." આ પોસ્ટે સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્મ આપ્યો હતો. બાદશાહ અને ઈશા રિખીએ વર્ષ 2026માં 4 મહિના પહેલાં જ સીક્રેટ વેડિંગ કર્યા હતા, જેની પુષ્ટિ બાદશાહના સાસુએ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ આ લગ્નની માહિતી સામે આવી હતી.અગાઉ બાદશાહના પ્રથમ લગ્ન જેસ્મિન સાથે થયા હતા અને 2020માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. આ સંબંધથી તેમને જેસેસી ગ્રેસ મસીહ સિંહ નામની એક પુત્રી છે. બાદશાહે ખુલાસો કર્યો હતો કે જેસ્મિન કલ્ચર પ્રમાણે એડજસ્ટ થઈ શકી નહોતી, જેના કારણે તેમનો સંબંધ ટકી શક્યો નહીં. જેસ્મિન હાલ પોતાની પુત્રી સાથે લંડનમાં રહે છે.