BREAKING NEWS

હવાઈના પ્રખ્યાત 'કિલૌઆ' જ્વાળામુખીમાં ફરી ભયાનક વિસ્ફોટ: આકાશમાં 200 મીટર ઊંચા લાલચોળ લાવાના ફુવારા ઉછળ્યા

  • November 06, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંથી એક એવા હવાઈના કિલૌઆ (Kilauea) જ્વાળામુખીમાં ફરી એકવાર તીવ્ર વિસ્ફોટ થયો છે. ગુરુવારે (૫ નવેમ્બર) સાંજના સમયે જ્વાળામુખીના શિખર પરથી લાલચોળ લાવા વહેતો જોવા મળ્યો હતો, જેના કારણે સાંજનું આકાશ લાલચોળ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) ના લાઈવ કેમેરા ફૂટેજમાં આ અદ્ભુત અને રોમાંચક નજારો કેપ્ચર થયો છે.

૬૬૦ ફૂટ ઊંચાઈ સુધી પહોંચ્યા લાવાના ફુવારા

USGS ના અહેવાલ મુજબ, કિલૌઆના શિખર પર સ્થિત ક્રેટરમાંથી સ્થાનિક સમય અનુસાર બપોરે ૧૨:૧૦ વાગ્યે લાવાના ફુવારા ઉછળવાના શરૂ થયા હતા, જે સાંજ સુધી ચાલુ રહ્યા હતા. ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીના અંદાજ અનુસાર, આ વિસ્ફોટ દરમિયાન જમીનથી આશરે ૬૬૦ ફૂટ (૨૦૦ મીટર) ની રેકોર્ડ ઊંચાઈ સુધી લાવાની ધારો આકાશમાં ઉછળી હતી.

ડિસેમ્બર ૨૦૨૪થી સતત સક્રિય છે જ્વાળામુખી
કિલૌઆ જ્વાળામુખી ૨૩ ડિસેમ્બર, ૨૦૨૪થી સમયાંતરે સતત ફાટી રહ્યો છે. ગુરુવારે સાંજે જોવા મળેલો આ રોમાંચક દ્રશ્ય આ વર્તમાન વિસ્ફોટના તબક્કાનો ૫૬મો લાવા-ફુવારા (lava-fountaining) એપિસોડ હતો.
હાલમાં આ વિસ્તારમાં વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે આકાશમાં ઉછળતા લાવાના દ્રશ્યોએ વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application