ઓડદરની છેલાણા ગેંગનો વધુ એક સભ્ય પાસાના પીંજરે પૂરાયો

  • May 12, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ઓડદર ગામે છેલાણાના નામચીન શખ્શને પાસા તળે વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જૂનાગઢ રન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાંથી આવારા અસામાજિક  તત્વો વિ‚ધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સૂચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ગ્રામ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના આરોપી કાના રાણાભાઇ છેલાણા, ઉ.વ. ૨૪, રહે. સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં ઓડદર ગામ,તા.જી. પોરબંદરવાળા વિ‚ધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી.સાળુંકેએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા  હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઇન્ચાર્જ પી. આઇ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં પોરબંદર એલ.સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા, હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી.સાળુંકે, એ.એસ.આઇ.  ‚પલબેન લખધીર, ગોવિંદભાઇ મકવાણા, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા, ઉદયભાઇ વ‚, પોલીસ કોન્સ્ટેબલ અજયભાઇ ચૌહાણ તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ભરતભાઇ વાઘેલા તથા હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ ધારેચા તથા કુતિયાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. પ્રદીપભાઇ પાંડાવદરા, રાણાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેરામણભાઇ ખોડભાયા તથા બગવદર પોલીસ સ્ટેશનના લોકરક્ષક અક્ષયસિંહ ઝાલા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application