લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સિન્ડિકેટના ૨૦ શખસો સામે ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કર્યા બાદ ફરાર જૂનાગઢના બુટલેગર કરણ ભારાઈની ધરપકડ કરી હતી. ફિરીયા ગેંગના હજુ ત્રણ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે દિવસ પહેલા લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો સિન્ડિકેટના ૨૦ શખ્સો સામે ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર્રભરના ગુનેગારોએ દસ વર્ષમાં ખંડણી, ખૂનની કોશિશ, હથિયારો સાથે હત્પમલા અને મોટા પ્રમાણમાં વિદેશી દાની હેરાફેરી સહિતના ૩૪૨ ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું.
મુખ્ય સૂત્રધાર બુટલેગર ફિરોજ અને હર્ષદ મહાજન ગેંગનું સંચાલન કરી ગુના આચરી આર્થિક કમાણી ઉભી કરનાર ૧૦ શખ્સોની ધરપકડ કરી હતી. યારે ૬ આરોપી જેલમાં અને ૪ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે નાસતા ફરતાં આરોપી કરણ ઉર્ફે કાલિયો સામત (રહે. જૂનાગઢ) ની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાયો હતો.હાલ એસીપી ક્રાઈમ ભરત બસીયાની રાહબરીમાં તપાસ કરતી સીટની ટીમે અગાઉ પકડાયેલ ૧૦ શખ્સોને ૫ દિવસના રિમાન્ડ પર લઈ દાના ધંધામાં ગેરકાયદેસર વિકસાવેલ મિલકત ટાંચમાં લેવાં પણ તજવીજ આદરી છે. યારે હજું પણ ફરાર ત્રણ શખ્સોની શોધખોળ યથાવત રાખી છે.
આ ટોળકીના મુખ્ય સંચાલકો ફિરોઝ ઉર્ફે ફીરીયો હાસમ મેણુ (રહે. કોઠારીયા રોડ) અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા (રહે. દેવપરા) છે. આ ગેંગ વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૬ દરમિયાન સક્રિય રહીને રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્ય, વલસાડ, વડોદરા ગ્રામ્ય, ખેડા અને સુરેન્દ્રનગર જેવા અનેક જિલ્લાઓમાં દા સહિતના ગુનાહિત નેટવર્ક ચલાવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયાનો રાજકોટ–અમદાવાદ હાઈવે પર આર.કે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી રૂા. ૭૦ લાખનો દારૂ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી લીધા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગર ફિરોઝ, તેનો સાથીદાર હર્ષદ મહાજન સહિત ૨૦ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.