BREAKING NEWS

મોરબીના વેપારીઓ પાસેથી રકમ પડાવી ફ્રોડ ગેંગનો વધુ એક સભ્ય દિલ્હીથી ઝડપાયો

  • November 18, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદેશમા વેપાર ધંધા અર્થે મોરબીના વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરનાર ગેંગના વધુ એક સભ્યને દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડયો છે.
છેલ્લ ા ઘણા લાંબા સમયથી ન્યુ દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ. વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ દ્રારા અલગ અલગ વેપાર ધંધા કરતા વેપારીઓને તેઓનો ધંધો વધારવા અને વિદેશમાં તેઓનો માલ એપોર્ટ કરવાની લોભાણી અને લલચાણી સ્કીમો ઓન લાઇન વેબ સાઇડ ઉપર મુકી વેપારીઓ સાથે મોટી રકમનું આર્થીક ફ્રોર્ડ આચરી સાયબર ક્રાઇમ સંગઠીત ગુના ટોળી બનાવી સાઇબર ક્રાઇમ આચરતા હતા.
મોરબીના વેપારી કે જેઓ કોકોપીટ નામની વસ્તુનું પ્રોકટશન કરતા હોય અને તેઓને પોતાનો વેપાર વિદેશમાં કરવો હોય જેથી તેઓ ગુગલસર્ચ ઉપર તપાસ કરતા ઉપરોકત કંપનીનો સંપર્ક સાધતા ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપની તથા જી.બી.એફ.એસ. વીંગ્સ પ્રા.લી. વાળાઓએ આ વેપારીને ઓનલાઇન માહિતી આપી તેઓની પ્રોડકટનું હોગંકોગની એસીસ ટ્રેડિંગ નામની કંપનીમાં ડીલીંગ કરાવી આપવાના બહાના તળે આ બન્ને કંપનીના માલીક, મેનેજર તથા એમ્પોય એમ બધા સંગઠીત થઇ અલગ અલગ સ્કીમો તથા તેના ચાર્જ તળે કંપનીના ડાયરેકટર, મેનેજર તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મારફતે વોટસઅપ, ટેલીફોનનીક વાતચીત તથા ઇ–મેઇલ સંદેશા વ્યવહાર મારફતે ફરીયાદી, દેવેન્દ્રભાઇ નરસિંહભાઇ દેત્રોજા રહે. મોરબી વાળા એવીયર ઇમ્પેક્ષ નામની કંપની ચલાવી કોકોપીટનું પ્રોડકટ વિદેશમાં એપોર્ટ કરવાના બહાને ફરીયાદી પાસેથી સને ૨૦૨૩ થી ૨૦૨૫ સુધીમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ .૧,૭૨,૮૮,૪૦૦– ની રકમનું ટ્રાન્ઝેકશન કરાવી ફરીયાદી ને હોંગકોગમાં કોઇ જ વેપાર ધંધો કે માલ એપોર્ટ ન કરાવી આપતા ફરીયાદીએ આ ત્રણેય કંપની વિધ્ધ . ૧,૭૨,૮૮,૪૦૦– જેટલા નાણા પડાવી લેવા અંગે સાયબર ક્રાઇમ ફ્રોડ આચેરલની ફરીયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.
આ ગુનાની તપાસના માટે તાત્કાલીક આરોપીઓની ટેકનીકલી માહીતી એકત્રીત કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફની ટીમ બનાવી દિલ્હી મુકામે તપાસ કરતા ફ્રોડ આચરનાર મુખ્ય આરોપીએ ફ્રોડથી મેળવેલ નાણા પોતાના પિતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હોય જે નાણા ફ્રોડના હોવાનુ અટક કરેલ આરોપી જાણતો હોવા છતા તે નાણા પોતાના અંગત ફાયદામા વાપરેલ હોય જે આરોપી જયકીશન ભાનારામ સિંગલા (ઉ.વ.૫૨) રહે. સેકટર ન.ં ૨૧, પોકેટ ન.ં ૨, મકાન ન.ં ૮, રોહીણી, ન્યુ દિલ્હીવાળાને દિલ્હી ખાતેથી હ્યુમનસોર્સ મારફતે બાતમી મેળવી પકડી પાડવામાં સફળતા મળેલ છે જે ઇસમને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી જરી દિન–૨ ના પોલીસ રીમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application