મોબાઇલ ટાવર પર નેટવર્ક માટે લગાડવામાં આવતા એઝેડએનએ તરીકે ઓળખાતા ડીવાઈસની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને શાપર પોલીસે ઝડપી લીધા હતાં. આ ટોળકીએ રાજકોટ અને અમદાવાદમાંથી આવા અનેક ડીવાઇસની ચોરી કરી વિદેશ મોકલી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. દરમિયાન શાપર પોલીસે આ ટોળકીમાં સામેલ વધુ એક શખસને ગોવાના પણજી પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શાપરમાં એક કંપનીના મોબાઇલ ટાવર ઉપરથી આ પ્રકારના બે ડીવાઇસની ચોરી થઇ હતી. જે અંગે ફરિયાદ નોંધાતા શાપર પોલીસે ગેંગના ત્રણ સભ્યોમાં જયદીપ વલ્લભ બાવળીયા (ઉ.વ.૨૩, રહે. માનસરોવર, મહીકા મેઇન રોડ, રાજકોટ), રાહત્પલ સુરેશભાઇ સતવાણી (રહે. ધારૈઇ, તા.ચોટીલા) અને ધર્મેશ ધીભાઇ મેવાશીયા (ઉ.વ.૨૦, રહે. નાની લાખાવડ, તા.જસદણ)ને ઝડપી લીધા હતા.આ ગેંગ પાસેથી શાપરમાંથી ચોરી કરેલા ા.૧.૨૦ લાખની કિંમતના બે ડિવાઇસ ઉપરાંત ચોરીમાં ઉપયોગ કરેલી ટોયટો કાર, પાના, ડિસમિસ, કટ્ટર અને ત્રણ મોબાઇલ ફોન પણ કબજે કરાયા હતા.
પૂછપરછમાં આ ગેંગે અમદાવાદ રિંગ રોડ પરના બે ટાવર પરથી કુલ પાંચ, રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી પાસે બે, આજી ડેમ, માનસરોવર સોસાયટી પાસેથી ત્રણ, કોઠારીયા નજીકથી બે, આજી ડેમ ચોકડી નજીકથી ત્રણ, રણુજા મંદિર પાસેથી બે, કાલાવડ રોડ પરથી એક અને ન્યુ ૧૫૦ ફટ રીંગ રોડ પરથી બે ડીવાઇસની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. છેલ્લા બે મહિનાથી આ ગેંગ ચોરી કરતી હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં ચોરી કરેલા ડિવાઇઝ દિલ્હી અને ત્યાંથી વિદેશ મોકલતા હોવાનું ખુલ્યું હતું.
દરમિયાન ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરીમાં ટીમે આ ગેંગમાં સામેલ સચીન મીરસીંગ પુનીયા (જાટ) (ઉ.વ. ૨૫ કાલરી ગામ, રાજગઢ, જી. ચુ,રાજસ્થાન) ને ગોવાના પણજી પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીએઅસઆઇ એસ.આર.પંડયા, હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ધાધલ, દિનેશભાઇ ખટારીયા, પ્રવિણભાઇ મકવાણા, અરવિંદભાઇ ઝાપડીયા, કોન્સ. દિવ્યેશભાઇ શામળા સાથે રહ્યા હતાં.