BREAKING NEWS

કોલેજોમાં પ્રવેશ માટે હજુ એક રાઉન્ડ યોજાશે: ઉચ્ચ શિક્ષણ વિભાગની જાહેરાત

  • October 11, 2025 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલેજોમાં ચાલુ શૈક્ષણિક સત્રની પ્રથમ ટર્મ પુરી થવા આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે. ત્યારે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્નાતક અને અનુસ્નાતક (ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ) માટે વધારાના એક કોમન રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોમાં છેલ્લા બે વર્ષથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ જ જીકાસના માધ્યમથી પ્રવેશ આપવામાં આવે છે, છેલ્લા પાંચ મહિના જેટલા સમયથી પ્રવેશની કામગીરી ચાલુ રહી છે અને આમ છતાં સંખ્યાબંધ કોલેજોમાં હજારોની સંખ્યામાં બેઠકો ખાલી રહી છે, અત્યાર સુધીમાં પ્રવેશ માટેના 16 થી વધુ રાઉન્ડ થઈ ગયા છે અને હવે આગામી તારીખ 15 અને 16 ના રોજ વધુ બે રાઉન્ડ યોજવાની સરકારે જાહેરાત કરી છે.

સરકારે કરેલી જાહેરાત મુજબ ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓએ હજી પણ તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી તેવા વિદ્યાર્થીઓ માટેનો આ ખાસ રાઉન્ડ છે. આજે અને આવતીકાલે બે દિવસ માટે પ્રવેશ કેન્સલ કરાવવા રજીસ્ટ્રેશન કરાવવા જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યાર પછી તારીખ 15 ના રોજ પ્રથમ કોમન રાઉન્ડ અને તારીખ 16 ના રોજ બીજો કોમન રાઉન્ડ પ્રવેશ માટે યોજાશે.

વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર તેમના ડેસબોર્ડ પર લોગીન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલી પ્રવેશની ઓફર ચકાસીને પસંદગીની યુનિવર્સિટી/ કોલેજ/ પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપી થી કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે જે તે યુનિવર્સિટી અને કોલેજમાં જવાનું રહેશે અને ઓરીજનલ સર્ટિફિકેટ તથા સેલ્ફ એટેસ્ટેડ સર્ટિફિકેટના એક સેટ સાથે રાખવાના રહેશે. નિયમ મુજબ ફી ભરીને ઓટીપી થી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application