જેતપુરમાં કથિત પત્રકાર ટોળકીનો વધુ એક કાંડ સામે આવ્યો છે. સાડીના કારખાનામાં બાળ મજૂરો કામ કરે છે, અમે તેનો વિડીયો ઉતારી લીધો છે, હવે અમે તમારી સામે પોલીસ કેસ કરાવીશું કહી . ૧૩ હજાર પડાવી લીધા હતા. જે મામલે ત્રણેય તોડબાજ પત્રકારો વિદ્ધ જેતપુર ઉધોગનગર પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ હતી.
જેતપુરના દેરડીધાર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા વેપારી નાગજીભાઈ નાનજીભાઈ વિરમગામા(ઉ.વ.૪૦) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હેમતં શેખવા, વિજય વર્મા, રાકેશ પીઠડીયા (રહે. તમામ જેતપુર)નું નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યુ હતું કે, અગાઉ તે જેતપુરના રબારીકા રોડ ઉપર ક્રિષ્ના ઝોનમાં જેતપુરના રહેવાસી નેનસીંગભાઈ પદમસિંહ રાઠોડનું ગોડાઉન ભાડેથી રાખી તેમાં ઠાકોર ઘડી રોલ ના નામથી સાડીનું કારખાનું ચલાવતા હતાં.
યુવાને જેતપુર ઉધોગનગર પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા બપોરના ત્રણ વાગ્યે તે તથા તેનો દિકરો મીલન અમારા ઠાકોર ઘડી રોલ નામના સાડીના કારખાને હાજર હતા. ત્યારે અમારા કારખાના અંદર જેતપુરના કહેવાતા પત્રકારો હેમતં શેખવા, વિજય વર્મા તથા રાકેશ પીઠડીયા બે બાઇક લઈને આવેલ હતા. હેમતં શેખવા પોતાના મોબાઇલ ફોનમાં મારા કારખાનામાં કામ કરતા મજુરોના વિડીયો ઉતારવા લાગેલ હતો. જેથી મેં હેમતં શેખવાને કહેલ કે કેમ વિડીયો બનાવો છો ? તો ત્રણેયએ કહેલ કે, અમે પત્રકારો છીએ, તમે તમારા કારખાનામાં નાના બાળકોને કામે રાખેલ છે, અમે તેનો વિડીયો બનાવી લીધેલ છે. હવે અમે પોલીસને બોલાવીશું અને પોલીસ આવીને તમારી સામે કેસ દાખલ કરશે, તમને જેલમાં પુરી દેશે અને તમા કારખાનું પણ અમે બધં કરાવી દેશુ. જો આવુ કાંઇ કરવુ ન હોય તો તમારે અમને . ૨૫ હજાર આપવા પડશે. બાદમાં ધાક– ધમકી આપી .૧૩ હજાર પડાવી લીધા હતાં.
આ ટોળકી વિદ્ધ જૂનાગઢ અને ત્યારબાદ જેતપુર ઉધોગનગર પોલીસ મથકમાં ગુના દાખલ થતાં વેપારી યુવાને હિંમત દાખવી આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application