જામનગરમાં ગોગો સ્મોકીંગ કોર્ન પેપર બાબતે તપાસ ચલાવવામાં આવી રહી છે, બે સ્થળે જથ્થો પકડાયા બાદ દિ.પ્લોટ-૪૯માંથી એસઓજીએ વધુ પેપર પકડયા હતા.
જામનગર એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા શહેર-જીલ્લામાં પ્રતિબંધીત ફરમાવેલ ગોગો સ્મોર્કીગ પેપર કોર્ન બાબતે અસરકાર કામગીરી કરવા એસઓજીને સુચના કરતા ખાવડી અને ગુલાબનગર વિસ્તારમાં આ બાબતે ચેકીંગ કરતા બે દુકાનદાર ઝપટમાં આવ્યા છે.
દરમ્યાન એસઓજી સ્ટાફની અલગ અલગ ટીમો પાનના ગલ્લા અને દુકાનદારોને ચેક કરવાની કામગીરીમાં હતા ત્યારે બાતમી અધાારે દિ.પ્લોટ-૪૯ રોડ પાસે આવેલ અશોક પાનની દુકાનમાંથી શાસ્ત્રીનગરમાં રહેતા દુકાનદાર અશોક પરસોતમ નંદાને ગોગો પટ્ટીના બે બોકસ, જેમાં પટ્ટી નંગ ૨૦ અને અન્ય કંપનીની ૩ પટ્ટી મળી આવતા મુદામાલ સાથે અશોક નંદાને અટકમાં લઇ જાહેરનમા ભંગ સબબ સીટી-એમાં ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application