BREAKING NEWS

આઈવીએફથી ૩૫ વર્ષની ઉંમરે માતા બનશે અનુષ્કા રંજન

  • June 29, 2026 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતી અભિનેત્રી અને મોડલ અનુષ્કા રંજનના ઘરે ટૂંક સમયમાં જ નાના બાળકની કિલકારીઓ ગુંજવાની છે. લગ્નના વર્ષો બાદ અનુષ્કા અને તેના પતિ આદિત્ય સીલ પોતાના પ્રથમ બાળકના સ્વાગત માટે ઉત્સાહિત છે. તાજેતરમાં જ અનુષ્કા રંજનની પરંપરાગત (ટ્રેડિશનલ) અંદાજમાં સીમંત વિધિ સંપન્ન થઈ હતી. અનુષ્કાની સીમંત વિધિનો આ પ્રસંગ ખૂબ જ સાદગીથી પરિવારના સભ્યોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે અનુષ્કા રંજન ખૂબ જ સુંદર પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી. અનુષ્કા રંજને વર્ષ ૨૦૨૧ માં અભિનેતા આદિત્ય સીલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. પોતાની ગર્ભાવસ્થા (પ્રેગ્નન્સી)ની જાહેરાત કર્યાના થોડા સમય બાદ અનુષ્કાએ પોતાના એક વ્લોગમાં જણાવ્યું હતું કે, બધું બરાબર હોવા છતાં પણ તેઓ કુદરતી રીતે ગર્ભધારણ  કરી શકતા ન હતા. ત્યારબાદ તેમણે ડોક્ટરની સલાહ પર આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનોલોજીનો સહારો લીધો હતો. અનુષ્કાએ દેશમાં આઈવીએફને લઈને પ્રવર્તતા સામાજિક સંકોચ વિશે પણ ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું કે હોસ્પિટલમાં લોકો આ સારવાર દરમિયાન મોઢું છુપાવતા હોય છે, પરંતુ આમાં કંઈ ખોટું નથી. તેણે મહિલાઓને એકબીજાનો સપોર્ટ બનવાની અપીલ કરી હતી. અત્યારે અનુષ્કા અને આદિત્ય પોતાના જીવનના આ નવા સફરને લઈને ખૂબ જ ખુશ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application