રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકતા મેસેજ સોશ્યલ મીડિયામાં ફોરવર્ડ નહી કરવા થઇ અપીલ

  • May 10, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે પોરબંદરના  એરપોર્ટ ઉપર સંયુકત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેની સાથોસાથ જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેકટરે પ્રેસવાર્તા સંબોધીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકતા મેસેજ સોશ્યલ મીડિયામાં ફોરવર્ડ નહી કરવા  અપીલ કરી હતી.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી   અંતર્ગત પોરબંદર જિલ્લામાં પોરબંદર એરપોર્ટ ખાતે સંયુક્ત મોક ડ્રીલ યોજવામાં આવી હતી.વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે વિવિધ એજન્સીની સતર્કતા અને કામગીરીનું એનાલિસિસ કરી એવી સ્થિતિમાં સેવાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મોક ડ્રીલ બાદ સિનિયર અધિકારીઓએ સંબંધિત વિભાગોના જવાનો કર્મચારીઓ અને જોડાયેલા વિભાગોને માર્ગદર્શન આપ્યુ હતું.
કલેકટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લાની ટીમ સુસજ્જ છે. કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલનમાં છે. કોઓર્ડીનેશન અને રિસ્પોન્સ વધુ ગુણવત્તા યુક્ત કરી શકાય અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ સતર્કતા અને પૂર્વ તૈયારી ચકાસવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. 
એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સલામતી માટે પગલા, સંકલન, અને ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે મોક મોક ડ્રિલ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
એસપીશ્રી એ વધુમાં જણાવ્યું કે પોરબંદર જિલ્લો દરિયાકાંઠે છે, માચ્છીમારોની સલામતી અને દરિયાકાંઠે જ‚રી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એજન્સીઓના સંકલનમાં પોલીસ દ્વારા પણ જ‚રી બંદોબસ્ત અને એલર્ટ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.  એસ.પી. એ વધુમાં કહ્યું કે હાલની સ્થિતિમાં રાષ્ટ્રની સુરક્ષા ને અસર થાય કે એકતા જોખમાય તેવા કોઈ મેસેજ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન થાય તે આપણું કર્તવ્ય છે. જાગૃત નાગરિકો આ બાબતનો ખ્યાલ રાખે એ જરૂરી છે. કોઈ અફવા ન ફેલાય અને ખોટો ભય ન રાખવા અને અધિકૃત સત્તાવાર માહિતી તંત્ર દ્વારા આપવામાં આવે તે ધ્યાને લેવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. હાલની પરિસ્થિતિમાં ફટાકડા ન ફોડવા તેમજ ડ્રોન ન  ઉડાડવા અંગે જણાવ્યું હતું અને આ અંગેના જાહેરનામાની પણ કાર્યવાહી થઈ રહી છે તેમ જણાવ્યું હતું. 
પોરબંદર ખાતેની આજની સંયુક્ત મોકડ્રિલમાં પોલીસ અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, રેવન્યુ,આરોગ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ, એરપોર્ટ અને અન્ય જ‚રી ઓથોરિટીના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application