BREAKING NEWS

બીસીજીમાં વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે દિલીપ પટેલની તરફેણમાં મતદાનની અપીલ

  • March 05, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવતીકાલે યોજાનારી ચૂંટણી લડી રહેલા બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને બીસીઆઇના સહ અધ્યક્ષ અગ્રણી ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલે આજકાલ સાથેની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ બાર કાઉન્સિલનું ૩ ટર્મથી પ્રતિનિધિત્વ દરમિયાન એક વખત બાર કાઉન્સિલના ચેરમેનનું પદ પણ શોભાવ્યું છે, તેમણે વકીલો માટે કરેલી કામગીરી તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વકીલોને પડતી મુશ્કેલીમાં ખભે ખભા મિલાવી પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હોવાથી મત આપવા માટે અપીલ કરી છે.

બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં દિલીપ પટેલ છેલ્લા બે ટર્મથી સતત પ્રથમ ક્રમાંકે ચૂંટાતા આવતા વકીલોના કામથી માનીતા ઉમેદવાર છે, તેને જીતાડવા બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ પરેશ મારુના માર્ગદર્શન હેઠળ પ્રચાર પ્રસારની કામગીરી સંભાળી દિલીપભાઈ પટેલને ફરી વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મોકલવા માટે મહેનત કરી રહ્યા છે.

તમામ બાર એસોસિએશનનું સમર્થન દિલીપ પટેલને મળી રહ્યું છે. જેમાં રેવન્યુ બાર નોટરી એસોસિએશન , ક્લેઇમ બાર , મહિલા બારે એસોસિએશનનો ટેકો મળી રહ્યો છે.જ્યારે એ.જી.પી. દિલીપ મહેતા, પરાગ શાહ, અતુલ જોશી, મુકેશ પીપળીયા અને અનિલ ગોગીયા સહિતના વકીલો મતદાન કરવા સમજાવી રહેલ છે. આ તકકે બાર એસોસિએશનના પ્રમુખ સુમિતભાઈ વોરા સેક્રેટરી નિલેશ પટેલ જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા ટ્રેઝરર પ્રગતિબેન માકડીયા લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડળ મહિલા કારોબારી મિનલબેન સોનપાલ નિશાબેન લુણાગરિયા કારોબારી સભ્ય સ્તવન મહેતા ભાર્ગવ પંડ્યા અજય ડાંગર વિજય રૈયાણી અશ્વિન રામાણી કલ્પેશ સાકરીયા સરકારી વકીલ દિલીપભાઈ મહેતા પરાગ શાહ સ્મિતાબેન અત્રી રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ કથીરિયા સેક્રેટરી વિજય તોગડિયા ભાર્ગવ ખુંટ નિલેશ અગ્રાવત મહિલા બહારના પ્રમુખ નયનાબેન ચૌહાણ મહેશ્વરી બેન ચૌહાણ રક્ષાબેન ઉપાધ્યાય ભાજપ લીગલ સેલના વિમલ ડાંગર ધર્મેશ સખીયા વિરેન વ્યાસ નોટરી બાર એસોસિએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ સહિતા સિનિયર જુનિયર એડવોકેટ સહિત હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application