વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક એપલે તેના 2025ના વાર્ષિક ફાઇલિંગમાં તેના ટોચના અધિકારીઓના સંપૂર્ણ પગારની વિગતો જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર, એપલના સીઈઓ ટિમ કૂકે 2025માં કુલ આશરે 74.3 મિલિયન ડોલર કમાયા હતા, જે ભારતીય રૂપિયામાં આશરે ₹668 કરોડ બરાબર છે.એક અહેવાલ મુજબ, કંપનીના સૌથી વધુ પગાર મેળવનારા સીઓઓ સબીહ ખાને ભારતીય ચલણમાં ₹234 કરોડ કમાયા હતા. ટિમ કૂકની વાત કરીએ તો, તેમની કુલ કમાણીનો સૌથી મોટો હિસ્સો તેમના સ્ટોક એવોર્ડ્સ અને પ્રદર્શન-આધારિત પ્રોત્સાહનોમાંથી આવ્યો હતો.રિપોર્ટ મુજબ, તેમને ફક્ત 3 મિલિયન ડોલરનો મૂળ પગાર મળ્યો હતો, જ્યારે સ્ટોક એવોર્ડ્સ કુલ 57.5 મિલિયન ડોલર હતા. આ ઉપરાંત, તેમને લગભગ 12 મિલિયન ડોલર પ્રદર્શન બોનસ અને અન્ય લાભો મળ્યા હતા. કંપનીએ સુરક્ષા, મુસાફરી અને અન્ય લાભો પર પણ લાખો ડોલર ખર્ચ્યા હતા.
સાબીહ ખાન મુળ મુરાદાબાદના વતની
ભારતીય મૂળના સીઓઓ સાબીહ ખાને જુલાઈ 2025માં પદ સંભાળ્યું. 2025માં એપલમાં ખાનની કુલ કમાણી 27 મિલિયન ડોલર (આશરે રૂ. 243 કરોડ) હતી. તેમના પગારમાં 1 મિલિયન ડોલર (આશરે રૂ. 9 કરોડ) નો મૂળ પગાર, 22 મિલિયન ડોલર (આશરે રૂ. 198 કરોડ) નો સ્ટોક એવોર્ડ્સ અને બાકીની રકમ પ્રદર્શન પ્રોત્સાહનો અને અન્ય લાભો શામેલ હતા.
સીએફઓ કેવન પારેખે પણ 22.4 મિલિયન ડોલર કમાયા
એપલના સીએફઓ કેવન પારેખે પણ 2025માં કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા. જાન્યુઆરી 2025 થી આ પદ સંભાળી રહેલા ભારતીય-અમેરિકન પારેખે કુલ આશરે 22.4 મિલિયન ડોલર કમાયા, જેમાં મૂળ પગાર, સ્ટોક એવોર્ડ્સ અને અન્ય લાભોનો સમાવેશ થાય છે. આ ખુલાસો એ પણ દર્શાવે છે કે મોટી ટેક કંપનીઓના ટોચના અધિકારીઓ ફક્ત મૂળ પગાર સુધી મર્યાદિત નથી. સ્ટોક એવોર્ડ્સ અને પ્રદર્શન-આધારિત પ્રોત્સાહનો વળતરનો નોંધપાત્ર ભાગ બનાવે છે. આ મોડેલ કંપનીઓને લાંબા સમય સુધી વરિષ્ઠ અધિકારીઓને જાળવી રાખવામાં અને તેમને વધુ સારા પરિણામો આપવા માટે પ્રેરિત કરવામાં મદદ કરે છે.