દ્વારકા યાત્રાધામથી ૧૦ કિમી દૂર આવેલા વિશ્વ પ્રસિધ્ધ શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચની મુલાકાતે દર વર્ષે લાખો ટુરીસ્ટ આવી રહયા છે ત્યારે આ બીચનો લુત્ફ ઉઠાવવાની સાથે સાથે અહીં ચાલતી વોટરસ્પોર્ટસ અને સ્કૂબા ડાઈવીંગ સહિતની ટુરીસ્ટ રીલેટેડ એકટીવીટીઝનો પણ હોંશભેર લાભ લે છે.
રાજ્ય સરકાર દ્વારા શિવરાજપુર બીચ ખાતે સલામતીના ધારાધોરણો જાળવવાના આશય સાથે વોટરસ્પોર્ટસ એકટીવીટીઝ અને સ્કૂબા ડાઈવીંગ એકટીવીટીઝ પર લગામ લગાવી હોય જેના કારણે શિવરાજપુર બીચ ખાતેના વોટર સ્પોર્ટસ અને સ્કૂબા ડાઈવીંગ સહિતની બીચ એકટીવીટીઝ સાથે સંકળાયેલ સેંકડો સ્થાનીય પરિવારોને આવી એકટીવીટીઝ માટેની મંજૂરી માટે ભારે કડાકૂટ અને નિયમોને પાલન કરવાના થતાં હોય લાયસન્સીંગ પ્રક્રિયા વધુ સરળ બનાવવા તેમજ આગામી સમયમાં દિવાળી અને ત્યારબાદ નાતાલની સીઝન આવી રહી હોય ત્યારે વધુને વધુ ટુરીસ્ટ શિવરાજપુર બીચની મુલાકાત લેવાની સંભાવના જોતાં બીચ પરની એકટીવીટીઝ પુન: ધમધમતી કરવા માટે સરકારી વિભાગો યોગ્ય સહકાર સાથે મંજૂરી મળે તેવી માંગ સાથે દ્વારકા એસડીએમ કચેરીએ તાલુકા ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ સુભાષભાઈ ભાયાણી સહિત શિવરાજપુર તથા મકનપુર અને મોજપ સહિતના સ્થાનીય ધંધાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી લાયસન્સીંગ પ્રક્રિયા સરળ બનાવવા તથા મંજૂરી મળવા બાબતે માંગ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂબા ડાઈવીંગ માટે પણ શિવરાજપુર બીચ તરવૈયાઓની પ્રથમ પસંદ બની રહયુ હોય ત્યારે ઓકટોબરથી માર્ચ સુધી સ્કૂબા ડાઇવીંગની મુખ્ય સીઝન ગણાતી હોય પ્રવાસીઓની માંગ અને સ્થાનીય ધંધાર્થીઓના રોજીરોટીના પ્રશ્ને યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ ઉચ્ચારવામાં આવી છે. આ સાથે તંત્ર દ્વારા રોજગારી પ્રશ્ને યોગ્ય સહયોગ નહિં કરાય અને ધંધા રોજગાર શ કરવા દેવામાં નહિં આવે તો આગામી દિવસોમાં શિવરાજપુર મકનપુર સહિતના ગ્રામજનો દ્વારા એસ.ડી.એમ. કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application