અરજદારોએ આગામી તા.૧૩ ઓક્ટોબર સુધીમાં જિલ્લા પંચાયત જામનગર ખાતે રૂબરૂ અથવા પોસ્ટથી અરજી મોકલવાની રહેશે
જિલ્લા પંચાયત, જામનગર તથા દેવભૂમિ દ્વારકાની કચેરીઓ વિરુદ્ધ લેબર કોર્ટ, ટ્રીબ્યુનલ, નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રિમ કોર્ટમાં ચાલતા કોર્ટ કેસોનું યોગ્ય મોનીટરીંગ કરવા, જરૂરી એફીડેવિટ કરવા, પુરાવા રજૂ કરવા, રીજોઈન્ડર કરવા અને કેસ/ચુકાદાના અમલીકરણ સંબંધે સરકારી વકીલ અને બંને જિલ્લા પંચાયત કચેરીઓ સાથે સંકલનની કામગીરી માટે, બંને કચેરી સારૂ સંયુક્ત રીતે કાયદા અધિકારીની ૧૧ માસના કરાર આધારિત (ફીક્સ પે)ની એક (૦૧) જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ છે.
આ જગ્યા ઉપર નિમણૂક માટે નીચે મુજબની લાયકાત ધરાવતા વકીલશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
લાયકાતના ધોરણો: (૧) ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી (૨) કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા (બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નોંધણી ફરજીયાત) ધરાવતા (૩) CCC+ સ્તરનું કોમ્પ્યુટર કૌશલ્ય ધરાવતા (૪) હાઇકોર્ટની ગૌણ અદાલતમાં પ્રેક્ટિસ કરતા વકીલ અથવા સરકારી વકીલ તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા (૫) હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ,એટર્ની અથવા સરકારી વકીલ તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા (૬) સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ/કોર્પોરેશન અથવા કાયદા દ્વારા સ્થાપિત લીમીટેડ કંપનીમાં કાનુની બાબતોનો પાંચ વર્ષનો અનુભવ (૭) મહત્તમ વયમર્યાદા ૫૦ વર્ષ.
આ જગ્યા માટે માસિક રૂ.૬૦,૦૦૦/- ફીક્સ પે વેતન ૧૧ માસ મુદ્દતના કરારીય સમયગાળા માટે ચુકવવામાં આવશે.ઉમેદવારોએ કોરા નિયત અરજી ફોર્મ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, મહેકમ શાખા, જિલ્લા પંચાયત, જામનગરમાંથી (રજાના દિવસો સિવાય, કચેરી સમય દરમ્યાન) મેળવીને, સૂચવેલ આધારો સાથેની ભરેલી અરજી તા.૧૩/૧૦/૨૦૨૫ના ૧૮:૧૦ કલાક સુધીમાં કચેરીમાં રૂબરૂ/પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
નિમણૂક મેળવનાર ઉમેદવારની ફરજો, બોલીઓ-શરતો નિયત અરજી ફોર્મ સાથે આપવામાં આવશે, જે અરજી કરનારને બંધનકર્તા રહેશે. આ અંગે સરકારના વખતો-વખતના હુકમોનું પાલન કરવાનું રહેશે. અધૂરી વિગતની કે સંદિગ્ધ અરજીઓ તેમજ મુદત વિત્યા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. ઉમેદવારને પસંદગી સમિતી દ્વારા રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તેમણે સ્વ-ખર્ચે આવવાનું રહેશે.તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયું છે.