BREAKING NEWS

અરબ સાગરની સિસ્ટમ સક્રિય: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ

  • October 26, 2025 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં હવામાન પલટાયું છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ ખાબક્યો છે. સુરત અને મહુવામાં પડેલા તોફાની વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી લોકોને અષાઢ મહિનાના ચોમાસાની યાદ આવી ગઈ હતી, અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.


ઓરેન્જ અને યલો એલર્ટ: 4થી 6 દિવસ વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ, અરબ સાગરની સિસ્ટમ સક્રિય થતાં આગામી 4 થી 6 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને ચેતવણી આપતા LC3 સિગ્નલ લગાવાયા છે. દરિયામાં 6 થી 8 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યાં હતાં.


ખેડૂતોની ચિંતામાં વધારો: તૈયાર પાકને નુકસાન
મોડી રાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર સોમનાથ પંથકના ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમરેલી, વડોદરા, ખેડા અને સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે, કારણ કે ખેતરોમાં તૈયાર ઊભેલો ડાંગરનો પાક સહિત અન્ય પાકો પલળી જતાં તેમને રાતાપાણીએ રોવાનો વખત આવ્યો છે. વરસાદને પગલે રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News