BREAKING NEWS

૧૦૦ વર્ષની ઉંમરે પણ કોર્ટમાં દલીલો: કેરળના વકીલ મેનન કયારેય નિવૃત્ત થવા નથી માગતા

  • October 12, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉંમર માત્ર એક નંબર છે તે વાતને કેરળના વરિ વકીલ પી.બી. મેનન સત્ય સાબિત કરી રહ્યા છે. વકીલાત જ તેમના જીવનનું મુખ્ય ઉદેશ્ય છે અને કેસ લડનારાઓને ન્યાય અપાવવો એ તેમની પ્રથમ પ્રાથમિકતા રહી છે. ૧૦ ઓકટોબરે ૧૦૦ વર્ષ પૂર્ણ કરીને શતાયુ બનેલા પી.બી. મેનનને આશરે આઠ દાયકા (૮૦ વર્ષ) પહેલાં શ કરેલી પોતાની વકીલાતની કારકિર્દી સાથેનો નાતો આજે પણ જાળવી રાખ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના શતાબ્દી વર્ષ નિમિત્તે તેમને વિશેષ અભિનંદન પાઠવ્યા છે.
પી.બી. મેનનના નામે વકીલાતના ક્ષેત્રમાં સૌથી લાંબી કારકિર્દી ધરાવવાનો ગિનીસ વલ્ર્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે. ત્રણ વર્ષ પહેલાં તેમણે ૭૩ વર્ષ અને ૬૦ દિવસ સુધી સતત વકીલાત કરવાનો જીબ્રાલ્ટરના લુઈ ટ્રાયનો વલ્ર્ડ રેકોર્ડ તોડો હતો. આટલી મોટી વયે પહોંચ્યા પછી પણ તેમની નિવૃત્ત થવાની કોઈ યોજના નથી. કેરળના પલક્કડ સ્થિત પુથુરમાં આવેલું તેમનું ઘર 'રોજ–લેન્ડ' નવા અને યુવાન વકીલો માટે એક તીર્થસ્થળ સમાન બની ગયું છે, યાંથી તેમને સતત પ્રેરણા મળે છે.
વર્ષ ૧૯૪૭માં પલક્કડની ગવર્નમેન્ટ વિકટોરિયા કોલેજમાંથી સ્નાતક (ગ્રેયુએટ) થયા બાદ, મેનન સરકારે મદ્રાસ લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યેા હતો. મદ્રાસ હાઈકોર્ટમાં બે વર્ષ સુધી વકીલાત કર્યા બાદ તેઓ પલક્કડ પરત આવ્યા હતા. પલક્કડ આવ્યા પછી એક વરિ જજની સલાહથી તેમણે ફોજદારી (ક્રિમિનલ) કાયદાને બદલે દીવાની (સિવીલ) કાયદાને પોતાનું મુખ્ય કાર્યક્ષેત્ર બનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી લઈને આજ સુધી તેઓ સિવીલ કેસોમાં પોતાની કાનૂની સેવાઓ આપી રહ્યા છે.મેનનની પુત્રી સુભદ્રા મુરલીધરનના જણાવ્યા મુજબ, તેમના પિતા દરેક મુકદ્દમા કે કેસને ખૂબ જ ગંભીરતાથી લે છે અને પોતાના અસીલને સંપૂર્ણ ન્યાય અપાવવાને જ સર્વેાપરી માને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application