BREAKING NEWS

અર્જુન તેંડુલકરનું રોદ્ર સ્વરૂપ: પહેલા બોલિંગમાં 3 વિકેટ ઝડપી, પછી માત્ર 25 બોલમાં ફિફ્ટી ફટકારી 

  • June 09, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધાતક બોલિંગ સામે વિરોધી ટીમ ઘૂંટણિયે પડી

બાંદ્રા બ્લાસ્ટર્સ સામેની આ મેચમાં અર્જુન તેંડુલકરની ટીમ ARCS અંધેરીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઓવરથી જ અર્જુને પોતાની સ્પીડ અને લાઈન-લેન્થથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. તેણે પોતાના સ્પેલના 3 ઓવરમાં માત્ર 11 રન આપીને વિરોધી ટીમના 3 મહત્વના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. આ ઘાતક બોલિંગના કારણે બાંદ્રાની ટીમ 20 ઓવરમાં 144/9 ના સામાન્ય સ્કોર પર જ સિમિત થઈ ગઈ હતી.


ક્રિઝ પર આવતા જ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

માત્ર બોલિંગ જ નહીં, પરંતુ બાદમાં બેટિંગમાં પણ અર્જુને વિસ્ફોટક પ્રદર્શન કર્યું હતું. નંબર 3 પર બેટિંગ કરવા ઉતરેલા આ ઓલરાઉન્ડરે મેદાનની ચારેય દિશામાં આકર્ષક શૉટ્સ ફટકાર્યા હતા. તેણે માત્ર 25 બોલમાં પોતાની તોફાની અડધી સદી (ફિફ્ટી) પૂરી કરી લીધી હતી. અર્જુને કુલ 34 બોલનો સામનો કરીને અણનમ 66 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી, જેમાં 4 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.


સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


અર્જુનની આ વિસ્ફોટક ઈનિંગના દમ પર તેની ટીમે માત્ર 13.5 ઓવરમાં જ 1 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો.મેચમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ અર્જુન તેંડુલકરને સત્તાવાર રીતે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.મેચ પૂરી થયા બાદ ડ્રેસિંગ રૂમમાં ટીમના કેપ્ટન શિવમ દુબેએ અર્જુનની આ રમતની જોરદાર પ્રશંસા કરી હતી, જેનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર ભારે ટ્રેન્ડ થઈ રહ્યો છે.આઈપીએલ 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા અર્જુનને પૂરતી તકો મળી ન હતી, પરંતુ સ્થાનિક લીગમાં તે પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application