જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ છે.
આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
મંગળવારે પણ ત્રણ આંતકીઓને ઠાર કર્યા હતા
મંગળવારે શોપિયામાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ખાસ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓને જિનપથેર કેલર વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આ ઓપરેશનને ઓપરેશન કેલર નામ આપવામાં આવ્યું હતું.
એક બિન-સ્થાનિક મજૂરની હત્યામાં તે સામેલ હતો
આ કાર્યવાહીમાં માર્યા ગયેલા લશ્કરના આતંકવાદીઓમાંથી એકનું નામ શાહિદ કુટ્ટે હતું, જે શોપિયાનો રહેવાસી હતો. તે ૮ માર્ચ, ૨૦૨૩ના રોજ લશ્કરમાં જોડાયો હતો. તે ૧૮ મે, ૨૦૨૪ ના રોજ શોપિયાના હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં સામેલ હતો. બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ છે, જે શોપિયાના વાંડુના મેલહોરાનો રહેવાસી છે. તે ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ લશ્કરમાં જોડાયો હતો. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ શોપિયામાં એક બિન-સ્થાનિક મજૂરની હત્યામાં તે સામેલ હતો.
પાકિસ્તાની આતંકવાદીઓની શોધ સેનાએ તેજ કરી દીધી
શોપિયાના ઘણા વિસ્તારોમાં પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ માટે જવાબદાર પાકિસ્તાની આતંકવાદીઓની શોધ સેનાએ તેજ કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMડોનાલ્ડ ટ્રમ્પની એપલના સીઈઓને ટકોર, ભારતમાં આઈફોન બનાવવાનું બંધ કરો
May 15, 2025 03:43 PMરાજ્યના ૧૧ તાલુકામાં ઝાપટાંી એક ઇંચ વરસાદ: આજે માવઠાંની આગાહી
May 15, 2025 03:43 PMમાવઠાનું વાતાવરણ વિખેરાતા શહેરના તાપમાનમાં સતત થઈ રહેલો વધારો
May 15, 2025 03:40 PMઘોઘાસર્કલમાં મોડી રાતે એસ્ટેટ વિભાગ ત્રાટક્યું
May 15, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech