ભેસાણના સામતપરા પાસે આવેલ પાટવડ ગામે ગીરનાર રાસાયણિક જેમાં અંબાણી પરિવાર દ્વારા વિશાળ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે. ફાર્મ હાઉસમાં બે દિવસ સુધી પારિવારિક કાર્યક્રમનું આયોજન કરાયું છે .જેમાં બોલીવુડ ફિલ્મ સ્ટાર તથા ક્રિકેટરો ઉપરાંત નામાંકિત ઉદ્યોગપતિઓ સહિતની અનેક હસ્તીઓ સોરઠના મહેમાન બન્યા છે. ગઈકાલે કેશોદ એરપોર્ટ વિમાની અવર-જવરથી ધમધમ્યું હતું.એરપોર્ટ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સેલિબ્રિટીઓનું સ્વાગત કરાયું હતું. તો ક્રિકેટરો દ્વારા પણ એરપોર્ટ સ્ટાફ સાથે ફોટો ક્લિક કરી પોતાને મળેલા આવકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભેસાણના પાટવડ ગામે અંબાણી પરિવાર દ્વારા વિશાળ ફાર્મ હાઉસનું નિમર્ણિ કરાયું છે. જેમાં ત્રણ દિવસ સુધી રિસોર્ટમાં પારિવારિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ફાર્મ હાઉસ ખાતે રણોત્સવ જેવા જ ટેન્ટ સીટીનું પણ નિમર્ણિ કરાયું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વીવીઆઈપીઓનો કાફલો પહોંચી રહ્યો છે. ગઈકાલે કેશોદ એરપોર્ટે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, એમ એસ ધોની, નામાંકિત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અગ્રણી ઉદ્યોગપતિ સંજીવ ગોઇન્કા એરપોર્ટ થી ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત કરિશ્મા કપૂર, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, સહિત ફિલ્મી સ્ટાર્સ પણ એરપોર્ટથી પહોંચ્યા છે. આ ઉપરાંત અંબાણી પરિવારના સ્નેહીજનો નો પણ એરપોર્ટ ખાતે સતત આગમન થઈ રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા વીઆઈપી મહેમાનોનું સ્વાગત કરાયું હતું. તો બીજી તરફ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને ધોની સહિતનાએ એરપોર્ટ કર્મીઓ તથા સુરક્ષા સ્ટાફ સાથે ફોટો પડાવી યાદગીરી રાખી હતી. તમામ વીઆઈપીઓ ત્યારબાદ ભેસાણ પાટવડ ખાતે અંબાણી પરિવારના ફાર્મ હાઉસમાં રહેલ ટેન્ટ સિટીમાં પહોંચ્યા છે. જ્યાં યોજાયેલ પારિવારિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સોરઠની મહેમાનગીરી માણી છે. તમામ સેલિબ્રિટીઓ સંભવત જૂનાગઢમાં પણ પહોંચે તેવી સંભાવના સેવાઈ રહી છે. હાલ તો કેશોદ એરપોર્ટ વિમાની અવર-જવરથી વ્યસ્ત રહ્યું છે.