BREAKING NEWS

17 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી બંધ હોવાથી ગાંધીનગરમાં આંદોલન, વિભાગો વચ્ચે ફાઈલ અટવાયાનો ઉમેદવારોનો આક્ષેપ

  • November 26, 2026 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની સરકારી શાળાઓમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા 17 વર્ષથી ભરતી થઈ ન હોવાથી ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આક્ષેપ છે કે શિક્ષણ અને નાણા વિભાગ વચ્ચે ફાઈલ અટવાયેલી રહે છે, પરંતુ નક્કર નિર્ણય લેવાતો નથી.


મહીસાગરના ઉમેદવાર ભદ્રેશ શાંતિલાલ પટેલે જણાવ્યું કે વર્ષ 2009 પહેલાં કાયમી ભરતી થતી હતી. ત્યાર બાદ ભરતી પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.


શિક્ષણમંત્રીઓ બદલાયા પણ સમસ્યા ઉકેલાઈ નહીં ભદ્રેશ પટેલના જણાવ્યા મુજબ, વર્ષ 2014માં તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સમયથી ઉમેદવારો રજૂઆત કરી રહ્યા છે. ત્યાર બાદ જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ બદલાયા. તેમ છતાં ભરતી મામલે કોઈ નિર્ણય લેવાયો નથી.



બજેટ ફાઈલ અને વિભાગોની ખેંચતાણ ઉમેદવારોનો આરોપ છે કે ગયા વર્ષે 3000ની બજેટ ફાઈલ રજૂ કરાઈ હોવાનું આશ્વાસન મળ્યું હતું. પરંતુ હજુ સુધી ભરતી અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. ભદ્રેશ પટેલે કહ્યું કે નાણા વિભાગમાં પૂછતાં શિક્ષણ વિભાગમાંથી ફાઈલ ન આવી હોવાનું કહેવાય છે. જ્યારે શિક્ષણ વિભાગ નાણા વિભાગની મંજૂરી બાકી હોવાનું જણાવે છે. આમ બંને વિભાગો એકબીજા પર જવાબદારી નાખી રહ્યા છે અને ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application