BREAKING NEWS

રાજકોટમાં ગઠિયાએ ત્રણ કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે લઇ આચરી છેતરપીડી

  • November 12, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે આપવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાર સેલ્ફ ડ્રાઈવ માં અથવા તો કોન્ટ્રાક્ટમાં ભાડે મૂકવા અને દર મહિને મોટું વળતર આપવાની લાલચ આપી કાર ઓળવી જવાનું મસમોટું રેકેટ ધમધમી રહ્યું છે અને પોલીસ પણ આ અંગે ઘણા ખરા કેસમાં નિષ્ક્રિયતા બતાવતી હોય તેવી બહુ મોટી છે ત્યારે રાજકોટના રેલનગરમાં રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થી અને અન્ય બે પેઢીની ત્રણ જેટલી કાર સેલ્ફ ડ્રાઈવમાં લઈ જઈ પરત ન આપી છેતરપિંડી આચાર્યની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.



પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રાધિકા રેસિડેન્સી સામે રેલ નગર સોસાયટી શેરી નં. 4માં રહેતા હરપાલસિંહ વિક્રમસિંહ ઝાલા(ઉ.વ.25) વાળાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવી હતી.


ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દર્પણ કુમાર મનસુખલાલ મણવર રહે મવડી પોલીસ હેડક્વાર્ટર નજીક રિવેરા હોમ્સ ફ્લેટ નં.301નું નામ આપ્યું હતું. ફરિયાદી હરપાલસિંહે જણાવ્યા અનુસાર, તે 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડી પાસે શક્તિ હોટેલ ખાતે રાજા મોમાઈ સેલ્ફ કાર નામની પેઢીમાં ભાગીદાર છે. આ પેઢીમાં યુવરાજસિંહ ઝાલા, રવિભાઈ અગ્રાવત અને મુકેશ સાગઠિયા ત્રણેયભાગીદારીમા સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપવાનો વ્યવસાય કરી રહ્યા છે.


તે દરમિયાન આરોપી દર્શન કુમાર મણવર રાજા મોમાઈ પેઢીમાંથી રાજેશ નિમાવત ની માલિકીની થાર જી જે 0 9 બી એમ 0002 એક દિવસના 4,500 રૂપિયાના ભાડે લઈ ગયો હતો તે દરમિયાન અન્ય બે વ્યક્તિઓની કાર પણ એક દિવસના ભાડેથી લઈ ગયા બાદ પરત નહીં આવતા અરસપરસ ધંધાર્થીઓ સાથે વાતચીત થતા જાણવા મળ્યું હતું .


આ ગઠિયો અન્ય એક ધંધાર્થી મિત્રને છેતરીને ગયાનું સેલ્ફ ડ્રાઈવિંગ માટે કાર ભાડે આપનાર વેપારી હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પરિવાર સાથે બહાર જવું છે તેમ કહી તેની પાસે કાર લઈ ગયા બાદ આ દર્પણ મણવર તેના જાણીતા ગીતાબેન પાસેથી અર્ટિગા લઈ ગયો હતો, પરંતુ બાદમાં માલૂમ પડયું કે આ જ શખ્સ તેના અન્ય મિત્ર સી.પી. જાડેજા પાસેથી કે જે સેલ્ફ કારનો વેપારી હોઈ તેની પાસેથી પણ કાર ભાડા પેટે લઇ ગયા બાદ આ શખ્સે પરત કરી નહોતી. જે અંગે તેના મિત્રે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવા કાર્યવાહી શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application